અમેરિકામાં ગેરકાયદેસર એન્ટ્રી કરનારા 97000 ભારતીયો કસ્ટડીમાં!, ગુજરાત અને પંજાબના લોકોની સંખ્યા સૌથી વધુ
યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (Border Protection) ડેટાથી જાણવા મળે છે કે ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ની વચ્ચે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસતી વખતે રેકોર્ડ 96,917…
ADVERTISEMENT
યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (Border Protection) ડેટાથી જાણવા મળે છે કે ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ની વચ્ચે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસતી વખતે રેકોર્ડ 96,917 ભારતીયોને ઝડપી પાડવામાં આવ્યા છે. આંકડાઓ અનુસાર, અમેરિકાની દક્ષિણી સરહદોની સાથે-સાથે ઉત્તરીય સરહદો પર જાન-માલનું ખૂબ જ નુકસાન હોવા છતાં આશરે 97 હજાર ભારતીયોએ અમેરિકામાં ઘુસવા માટે આ ખતરનાક રસ્તાઓને પસંદ કર્યા છે. 96,917 ભારતીયોમાંથી 30,010 કેનેડાની સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસતા પકડાઈ ગયા અને 41,770 મેક્સિકન સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા.
2019-20 પછી પાંચ ગણી વધી સંખ્યા
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આમાંથી બાકીનાને અમેરિકાની મુખ્ય ભૂમિમાં ઘૂસ્યા બાદ ઝડપી લેવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસવાનો પ્રયાસ કરનારા ભારતીયોની સંખ્યા 2019-2020 પછી પાંચ ગણી વધી ગઈ છે, 2019-2020માં 19,883 ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરતા પકડાયા હતા. તો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. એક પોલીસ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ આંકડો હજુ પણ મોટો હોઈ શકે છે, કારણ કે બોર્ડર પર ગેરકાયદેસર રીતે ઘુસતા એક પકડાય જાય છે તો 10 કોઈપણ રીતે અમેરિકામાં ઘુસી જાય છે.
ગુજરાત અને પંજાબના લોકોની સંખ્યા વધારે
પોલીસ અધિકારીએ એવું પણ કહ્યું છે કે, પકડાયેલા ભારતીયોમાંથી મોટાભાગના ગુજરાત અને પંજાબના રહેવાસી છે, જેઓ અમેરિકામાં સ્થાયી થવાની ઈચ્છા ધરાવે છે. જે લોકોને પકડવામાં આવ્યા છે, તેમને ચાર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સિંગલ્સ, એકલા બાળકો, પરિવારની સાથે બાળકો અને આખો પરિવાર. જે લોકોને પકડવામાં આવ્યા છે, તેમાથી 730 તો બાળકો જ છે તો 84000 એકલા જ અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
દર વર્ષે ઘણા ભારતીયોની કરાય છે અટકાયત
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના રિપોર્ટ્સ અનુસાર, દર વર્ષે ઘણા ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરતા પકડાય જાય છે, પરંતુ કેટલાકને દેશનિકાલ કરવામાં આવે છે કે તેઓ માનવતાના આધારનો હવાલો દઈને ત્યાં સ્થાયી થવા માંગે છે.
ADVERTISEMENT