અતીક અહેમદ અને અશરફના 7 દિવસના રિમાન્ડ મંજૂર, હવે થશે અનેક ખુલાસા

ADVERTISEMENT

gujarattak
social share
google news

પ્રયાગરાજ: ઉમેશ પાલ હત્યા કેસમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની મુશ્કેલીઓ વધી ગઈ છે. એક તરફ અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર થયું છે તો બીજી તરફ અતીક અને અશરફના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. યુપી પોલીસે પ્રયાગરાજની સીજેએમ કોર્ટમાંથી બંનેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે અતીક પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. પોલીસે તરત જ બંનેને વાનમાં બેસાડ્યા.

સાત દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા બાદ હવે બંને ભાઈઓ પાસેથી ઉમેશ પાલ હત્યા કેસના કાવતરા સાથે જોડાયેલા તમામ રહસ્યો જાણવામાં આવશે. જે સમયે ઉમેશ પાલની હત્યા થઈ તે સમયે અતીક અને અશરફ જેલમાં હતા અને આ બંને પર કાવતરું ઘડવાનો આરોપ છે. સીજેએમ કોર્ટમાં સુનાવણી માટે પોલીસ આજે અતીક અહેમદ અને અશરફને એક જ વાનમાં લઈ ગઈ હતી.

CGM કોર્ટની બહાર સૂત્રોચ્ચાર અને અપશબ્દોના કારણે, CGMએ બંને આરોપીઓને દૂર લઈ જવાનું કહ્યું, ત્યારબાદ પોલીસે તેમને સુરક્ષા ઘેરા હેઠળ કોર્ટરૂમની બહાર લઈ ગયા. સૂત્રોચ્ચાર કરી રહેલા કેટલાક લોકોએ અતિક પર જૂતું ફેંક્યું હતું પરંતુ તે તેને વાગ્યું ન હતું.

ADVERTISEMENT

પુત્રના એન્કાઉન્ટરના સમાચાર સાંભળી અતીક રડવા લાગ્યો
પુત્ર અસદના એન્કાઉન્ટરના સમાચાર સાંભળીને માફિયા અતીક અહેમદ કોર્ટરૂમમાં જ રડવા લાગ્યો હતો. અતીક પોતાની જાત પર કાબુ રાખી શકતો નથી. અતીક જમીન પર બેસી ગયો. કોર્ટમાં યોગી આદિત્યનાથ ઝિંદાબાદના નારા લાગ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં હાજર અશરફે અતીકને સંભાળ્યો હતો.

કોર્ટમાં માંગ્યું પાણી
ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદ અને અશરફના પોલીસ રિમાન્ડની ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન કોર્ટરૂમની અંદર ઉભેલા માફિયા અતીક અહેમદનું ગળું સુકાઈ ગયું હતું. અતીકે સુનાવણી દરમિયાન જ પાણી માંગ્યું હતું.

ADVERTISEMENT

પોલીસ ક્યા આધારે રિમાન્ડ માંગ્યા?
અતીક અહેમદના બે નોકર કેશ અહેમદ અને રાકેશ લાલાના નિવેદનના આધારે પોલીસ રિમાન્ડ માંગવામાં આવ્યા. અતીકની ચકિયા ઓફિસમાંથી મળી આવેલી કોલ્ટ પિસ્તોલ પણ અતીક અહેમદના પીસીઆરનો આધાર બનશે. ઉમેશ પાલ હત્યા કેસમાં અતીકના પુત્ર અસદે કોલ્ટ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. ત્યારે અતીકના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

આ પણ વાંચો: 75 લાખ રોકડ, 200 બેંક ખાતા અને 50 શેલ કંપનીઓ… અતીક અહેમદના નજીકના લોકો પર EDના દરોડા

24 ફેબ્રુઆરીએ થઈ હતી ઉમેશ પાલની હત્યા
24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ધુમાનગંજ વિસ્તારમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. આ ગોળીબારમાં ઉમેશ પાલની સાથે તેમની સુરક્ષામાં બે સરકારી ગનર્સ સંદીપ નિષાદ અને રાઘવેન્દ્ર પણ માર્યા ગયા હતા. ઉમેશની પત્ની જયા પાલની ફરિયાદના આધારે પોલીસે અતિક અહેમદ, તેના ભાઈ અશરફ, તેની પત્ની શાઇસ્તા, અસદ સહિત બે પુત્રો અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT