દિલ્હીમાં DDA દ્વારા 660 વર્ષ જૂની મસ્જિદ-મદરેસા તોડી પડાયા, શું છે કારણ?

ADVERTISEMENT

600 year old mosque demolished
600 year old mosque demolished
social share
google news

નવી દિલ્હી : દિલ્હીના મહરૌલી વિસ્તારમાં ડીડીએ દ્વારા બુલ્ડોઝર એક્શન ચાલુ જ છે. મંગળવારે ડીડીએ દ્વારા 600 વર્ષ જુની મસ્જિદને જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી. ડીડીએના અધિકારીઓ મસ્જિદ પર બુલડોઝર એક્શનનું કારણ પણ જણાવ્યું હતું.

600-700 વર્ષ જુની મસ્જિદ તોડી પાડવામાં આવી

દિલ્હીના દક્ષિણી વિસ્તારમાં 30 જાન્યુઆરીએ સવારે એક મસ્જિદ અને મદરેસાને દિલ્હી વિકાસ પ્રાધિકરણ દ્વારા તોડી પાડવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર તોડી પાડવામાં આવેલી મસ્જિદ અને મદરેસા 600-700 વર્ષ જુની હતી. સ્થાનિક લોકોએ દાવો કર્યો કે, મેહરૌલીની અખુંદજી મસ્જિદ અને બહરુલ ઉલૂમ મદરેસાનું નિર્માણ રજિયા સુલ્તાનના શાસનકાળમાં કરાવવામાં આવ્યું હતું. મસ્જિદના ઇમામે આરોપ લગાવ્યો છે કે, દિલ્હી વિકાસ પ્રાધિકરણે મંગળવારે ગુપ્ત રીતે મસ્જિદ અને મદરેસા પર બુલડોઝર ચલાવીને તેને તોડી પાડ્યું હતું.

દિલ્હી વિકાસ નિગમ દ્વારા કાર્યવાહી

જો કે આ કાર્યવાહી અંગે ડીડીએના અધિકારીઓએ કારણ પણ જણાવ્યું હતુ. દિલ્હીના દક્ષિણી વિસ્તારમાં 30 જાન્યુઆરીની સવારે એક મસ્જિદ અને મદરેસાને દિલ્હી વિકાસ નિગમ દ્વારા તોડી પાડવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર તોડી પડાયેલી મસ્જિદ 600-700 વર્ષ જુની હતી. સ્થાનિક લોકોનો દાવો હતો કે, આ મસ્જિદ અને મદરેસા રજિયા સુલ્તાનના કાળમાં કરાવાયું હતું. મસ્જિદના ઇમામે આરોપ લગાવ્યો છે કે, દિલ્હી વિકાસ નિગમે મંગળવારે ગુપ્ત રીતે મસ્જિદ અને મદરેસા પર બુલડોઝર ચલાવીને તેને તોડી પાડી હતી.

ADVERTISEMENT

ઇમામે તંત્ર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

દિલ્હીના મેહરોલીમાં મસ્જિદ અને મદરેસાને તોડી પાડવા અંગે ઇમામે તંત્ર અને ડીડીએ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મસ્જિદના ઇમામ જાકિર હુસૈને આરોપ લગાવ્યો કે, મસ્જિદને ગુપ્ત રીતે તોડી પાડવામાં આવી. તેમનું કહેવું છે કે, મસ્જિદને તોડી પાડતા પહેલા ડીડીએના અધિકારીઓને સામાન હટાવવા માટે તેમને માત્ર 10 મિનિટનો સમય અપાયો હતો. મસ્જિદના ઇમામનો આરોપ છે કે, મસ્જિદ અને મદરેસાને જમીનદોસ્ત કરતા સમયે તેમનો ફોન છીનવી લેવામાં આવ્યો અને તેઓને તે સ્થળેથી ખદેડી દેવાયા હતા.

સામાન હટાવવા માટે માત્ર 10 મિનિટનો સમય અપાયાનો આક્ષેપ

મસ્જિદના ઇમામ જાકિર હુસૈને કહ્યું કે, મંગળવારે સવારે ડીડીએના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. હુસૈને કહ્યું કે, અધિકારીઓએ સામાન હટાવવા માટે 10 મિનિટનો સમય આપ્યો. તેમણે તેમ પણ કહ્યું કે, ડીડીએ અધિકારીઓએ બુલડોઝર એક્શન બાદ ડીડીએ દ્વારા તુરંત જ કાટમાળને ઘટના સ્થળેથી હટાવી લેવાયો હતો.

ADVERTISEMENT

DDA દ્વારા જણાવાયું કારણ

ડીડીએ અનુસાર દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં મસ્જિદ અને મદરેસાને જમીન દોસ્ત કરાયો છે. ડીડીએએ જણાવ્યું કે, હાલ સંજય વન ક્ષેત્રમાં બિનકાયદેસર દબાણો તોડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આરક્ષિત વિસ્તારમાં રહેલા મંદિર, મસ્જિદ અને દરગાહને તોડવામાં આવી રહ્યા છે. આ કામમાં મંગળવારે દિલ્હીના સાઉથ રિજ સંરક્ષિત ક્ષેત્રમાં મદરેસા અને મસ્જિદ બિનકાયદેસર હતા તેથી તોડી પડાયા. ડીડીએના અધિકારીઓએ જણાવ્યું કે, આ સંરક્ષિત ક્ષેત્રમાં રહેલા તમામ બિનકાયદેસર નિર્માણને તોડી પાડવામાં આવ્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT