જો બ્રેડના પેકેટ પર આ લખેલું હોય તો ભૂલથી પણ ન ખાતા, થશે ગંભીર બીમારી!

ADVERTISEMENT

bread-packet
બ્રેડ પેકેટ
social share
google news

ઘણા લોકો નાસ્તામાં બ્રેડ ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો બ્રાઉન બ્રેડ ખાય છે તો કેટલાકને વ્હાઈટ બ્રેડ ખાવી ગમે છે. પરંતુ જે બ્રેડ તેઓ ખાઈ રહ્યા છે તે કેટલી હેલ્ધી છે તેના વિશે ભાગ્યે જ કોઈને જાણકારી હશે. જાણ્યે-અજાણ્યે લોકો લૉ ક્વોલિટીની બ્રેડ ખાઈને પોતાના સ્વાસ્થ્ય સાથે મોટી રમત રમે છે. 

બ્રેડ કેટલી હેલ્ધી હોય છે તે ખુલ્લી આંખે કહેવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં અમે તમને એક એવી રીત જણાવીશું જેના દ્વારા તમે સરળતાથી બ્રેડની ક્વોલિટી વિશે જાણી શકો છો. આ માટે તમારે બ્રેડના પેકેટ પર લાગેલા લેબલને વાંચવું પડશે. આ લેબલ પર બ્રેડ અને તેની બ્રાન્ડને લઈને ઘણી મહત્વપૂર્ણ જાણકારીઓ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે દુકાન પર બ્રેડ ખરીદવા જાવ ત્યારે પેકેટ પર લાગેલા લેબલને ધ્યાનથી વાંચજો.

એકસ્ટ્રા શુગત તો નથીને

બ્રેડ બનાવવાની પ્રક્રિયામાં શુગરની જરુર પડે છે. ધ્યાનમાં રાખો તે મફિનમાં ફેરવાવી ન જોઈએ. જ્યારે પણ તમે બ્રેડ ખરીદો ત્યારે લેબલને જુઓ કે બ્રેડમાં વધારાની ખાંડ તો ઉમેરવામાં આવી છે કે નહીં. હકીકતમાં, ફેક્ટરીમાં બનતી બ્રેડમાં ઘણીવાર એક્સ્ટ્રા ખાંડ, શેરડીનો રસ, મધ અથવા અન્ય સ્વીટનરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય છે.

ADVERTISEMENT


બ્રેડમાં એકસ્ટ્રા મીઠું હોય તો ન ખરીદો

ખાંડની જેમ, બ્રેડને બનાવવા માટે મીઠાની પણ જરૂર પડે છે. ઘણીવાર બ્રાન્ડ્સ સ્વાદ વધારવા માટે જરૂરિયાત કરતા વધારે મીઠું ઉમેરે છે, જેનાથી તે એક એડિટિવની જેમ કામ  કરે છે. મિનિગન સ્ટેટ યુનિવર્સિટીના એક રિપોર્ટ અનુસાર, બ્રેડની એક સ્લાઈસમાં 100-200 મિલિગ્રામથી વધારે સોડિયમ ન હોવું જોઈએ. આવી સ્થિતિમાં મીઠાની માત્રા માટે લેબલ ચેક કરો. 

બ્રેડ બનાવવાની સામગ્રી ચેક કરો

આપણે ઘણી વખત બ્રાઉન બ્રેડ, ઘઉંની બ્રેડ અને મલ્ટિ-ગ્રેન બ્રેડ ખાઈએ છીએ, એવું વિચારીને કે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ ઘણી ફેક્ટરીઓમાં બ્રેડ બનાવતી વખતે ઘઉંના લોટની સાથે-સાથે અન્ય પ્રકારના લોટ પણ ભેળવવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે કારણ કે બ્રેડ વધુ સ્વાદિષ્ટ બને અને લોકોને ભાવ પણ પરવળે. તેથી જ્યારે પણ તમે બ્રેડ ખરીદો ત્યારે બ્રેડના પકેટ પર લાગેલા લેબલમાં ચેક કરી લો કે તેને બનાવવામાં કઈ-કઈ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

ADVERTISEMENT

તારીખ ખાસ ચેક કરો

બ્રેડ ખરીદતી વખતે તમારે સૌથી પહેલા આ કામ જરૂર કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ તારીખ પછી બ્રેડ ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં બ્રેડના પેકેટ પર લખેલી બેસ્ટ બિફોર ડેટ બાદ તેનું સેવન ન કરવું જોઈએ. 

ADVERTISEMENT

પ્રિઝર્વેટિવ્સની તપાસ કરો

બ્રેડનો સ્વાદ સૌથી સારો ત્યારે લાગે છે, જ્યારે તે તાજી હોય. ઘણી બ્રાન્ડ બ્રેડનો સ્વાદ અને તાજગી વધારવા માટે પ્રિઝર્વેટિવ્સ અને એડિટિવ્સનો ઉપયોગ કરે છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી આવી બ્રેડ ખાવાનું ટાળો. 
 

    follow whatsapp

    ADVERTISEMENT