16 મહિનામાં 5 વખત હાર્ટ એટેક…6 વખત એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી, છતાં જીવિત છે મહિલા; ડોક્ટરો પણ હેરાન
દેશભરમાં આજકાલ હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાર્ટ એટેકના નામથી જ લોકોના મનમાં ડર ઉભો થાય છે કે હવે શું કરવું. હાર્ટ એટેકનો…
ADVERTISEMENT
દેશભરમાં આજકાલ હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાર્ટ એટેકના નામથી જ લોકોના મનમાં ડર ઉભો થાય છે કે હવે શું કરવું. હાર્ટ એટેકનો આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહિલા પૂછે છે કે આખરે મને કઈ બીમારી છે? મુંબઈના મુલુંડમાં રહેતી 51 વર્ષની મહિલાને 16 મહિનામાં 5 વખત હાર્ટ એટેક આવ્યા. તેમની છ વખત એન્જીયોપ્લાસ્ટી અને એકવાર કાર્ડિયાક બાયપાસ સર્જરી થઈ ચૂકી છે.
2022માં પહેલીવાર આવ્યો હતો હાર્ટ એટેક
તેઓએ 1-2 ડિસેમ્બરના રોજ લેબમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પૂછ્યું હતું કે, “હું માત્ર એ જાણવા માંગુ છું કે આખરે મને શું થયું છે અને શું ત્રણ મહિના બાદ ફરીથી કોઈ નવી જગ્યાએ બ્લોકેજ સામે આવ્યું છે.” તમને જણાવી દઈએ કે જયપુરથી મુંબઈ પરત ફરતી વખતે વર્ષ 2022માં પહેલીવાર ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ રેલવે તંત્ર દ્વારા તેમને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મહિલા અનેક બીમારીઓથી પીડિત
મહિલાને અત્યારસુધીમાં પાંચ વખત હાર્ટ એેટેક આવી ચૂક્યા છે.આ મહિલાને શુગર, હાઈ કોલેસ્ટ્રોલ અને મેદસ્વીતા જેવી અનેક બીમારીઓ છે. સપ્ટેમ્બર 2022માં તેમનું વજન 107 કિલો હતું, પરંતુ પછી તેમનું વજન 30 કિલોથી વધુ ઘટી ગયું છે. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાઓથી કોલેસ્ટ્રોલ અને શુગર તો કંટ્રોલમાં છે. પણ હાર્ટ એટેક આવવાનું ચાલું જ છે.
ADVERTISEMENT
મહિલા ભાગ્યશાળી છેઃ ડોક્ટર
આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે, દર્દીઓ માટે એક જ જગ્યાએ વારંવાર બ્લોકેજ થવું એ કોઈ નવી વાત નથી, પરંતુ આ મહિલાને અલગ-અલગ જગ્યાએ નવા બ્લોકેજ થાય છે, પરંતુ આ મહિલા ભાગ્યશાળી છે કેમ કે પાંચ વખત હાર્ટ એટેક આવા બાદ પણ તેઓની તબિયત સ્થિર છે.
ADVERTISEMENT