સંસદના ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી!શિયાળુ સત્રમાં અત્યાર સુધીમાં 141 સાંસદો સસ્પેન્ડ

kenil somaiya

ADVERTISEMENT

gujarattak
social share
google news

Parliament MP Suspended : સંસદની સુરક્ષામાં ચૂકના મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગ સાથે વિપક્ષનો હોબાળો ગૃહમાં જોવા મળ્યો હતો. જેને લઈ આજે ફરી લોકસભામાં અધ્યક્ષનું અપમાન કરનારા અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, SP સાંસદ ડિમ્પલ યાદવ અને NCP સાંસદ સુપ્રિયા સુલેના નામ સામેલ છે. આજે 41 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના આઠ સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં 141 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 18 ડિસેમ્બર સુધી કુલ 92 સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આજે આ મોટા નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

કોંગ્રેસના નેતા મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, શશિ થરૂર, બસપા દાનિશ અલી, એનસીપીના સુપ્રિયા સુલે, એસપી સાંસદ એસટી હસન, ટીએમસી સાંસદ માલા રોય, સપા નેતા ડિમ્પલ યાદવ અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગઇકાલે આ સાંસદોને લોકસભામાંઠી કરાયા હતા સસ્પેન્ડ

-કલ્યાણ બેનર્જી
– એ. રાજા
-દયાનિધિ મારન
-કે જયકુમાર
-અબરૂપા પોદ્દાર
– પ્રસૂન બેનર્જી
-ઇ ટી મોહમ્મદ બશીર
-જી સેલ્વમ
-સી એન અન્ના દુરાઈ
-અધીર રંજન ચૌધરી
-ડૉ ટી સુમતિ
-કે નવસકાણી
-કે વીરાસ્વામી
-એન કે પ્રેમચંદ્રન
-સૌગત રોય
-શતાબ્દી રોય
-અસિત કુમાર મલ
-કૌશલેન્દ્ર કુમાર
-એન્ટો એન્ટોની
-એસ એસ પલનિમણિકમ
– અબ્દુલ ખલીફ
-તિરુવુકરશર
-વિજય વસંત
– પ્રતિમા મંડળ
-કાકોલી ઘોષ
-કે મુરલીધરન
-સુનીલ કુમાર મંડલ
-એસ રામલિંગમ
-કે સુરેશ
-અમર સિંહ
-રાજમોહન ઉન્નિથન
-ગૌરવ ગોગોઈ
-ટી આર બાલૂ

ADVERTISEMENT

આ રાજ્યસભાના સાંસદોને કરાયા હતા સસ્પેન્ડ

ગઇકાલે લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા તેમાં જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલ જેવા નેતાઓનો સમાવેશ થાય હતા. સપા સાંસદ રામ ગોપાલ યાદવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સસ્પેન્શનની કાર્યવાહીને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર

કોંગ્રેસે સસ્પેન્શનની કાર્યવાહીને લોકશાહીનો અવાજ દબાવનારી ગણાવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ તાનાશાહી સરકારે તમામ લોકતાંત્રિક મૂલ્યોને કચરાપેટીમાં ફેંકી દીધા હતા. આ સરકારે સંસદ પ્રત્યે કોઈ જવાબદારી દાખવી નથી. ઉલટું જવાબ માંગનારાઓ સામે જ કાર્યવાહી કરી રહી છે. રાજ્યસભાના નેતા પીયૂષ ગોયલે બંને ગૃહોમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT