ચા પીવાથી એક જ પરિવારના 4 લોકોનાં મોત, તમે પણ આવી ભુલ ક્યારે પણ ન કરતા
મૈનપુર : ઉત્તરપ્રદેશના મૈનપુરમાં ભાઇબીજના દિવસે એક ઘરમાં અચાનક શોકનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ઘરમાં જ બનાવેલી ચા પીવાના કારણે બે સગા ભાઇઓ સહિત…
ADVERTISEMENT
મૈનપુર : ઉત્તરપ્રદેશના મૈનપુરમાં ભાઇબીજના દિવસે એક ઘરમાં અચાનક શોકનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ઘરમાં જ બનાવેલી ચા પીવાના કારણે બે સગા ભાઇઓ સહિત કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિની સ્થિતિ હાલ ગંભીર જોવા મળી રહી છે. જો કે આ ઘટના અંગે માહિતી મળતા જ સ્થાનિક તંત્ર અને પોલીસ દોડતી થઇ છે.
ચા પિતા પિતા સસરા સામે જ ઢળી પડ્યા જમાઇ
નગલા કન્હાઇના એક ઘરમાં બનેલી ચા પીવાથી બે નાના બાળકો સહિત કુલ ચાર લોકોનાં મોત નિપજતા અરેરાટી વ્યાપી છે. જ્યારે અન્ય એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. ગંભીર હાલતમાં રહેલા વ્યક્તિને સેફઇ રિફર કરાયા છે. શિવાનંદના ઘરે ગુરૂવારે સવારે ભાઇબીજની તૈયારી ચાલી રહી હતી, ફિરોજાબાદમાં રહેતા સસરા રવિન્દ્રસિંહના ઘરે આવ્યા હતા.
તત્કાલ હોસ્પિટલ ખસેડાયા પણ 3 લોકોનાં મોત નિપજ્યાં
મહેમાનો સાથે રવિન્દ્રસિંહ ચા પી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડવા લાગી હતી. તે બેભાન થઇન પડી ગયા હતા. તેને મહેમાનો અને પરિવારના લોકો સંભાળે તે પહેલા શિવાનંદના 6 વર્ષીય પુત્ર શિવાંગ અને પાંચ વર્ષનો પુત્ર દિવ્યાંશની સ્થિતિ પણ કથળવા લાગી હતી. જેથી પરિવારના લોકો તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા.
ADVERTISEMENT
મહિલાએ ચાની ભુકીના બદલે કિટનાશક દવા નાખતા બની ઘટના
જો કે ફરજ પરના ડોક્ટર્સ દ્વારા રવિન્દ્રસિંહ, શિવાંગ અને દિવ્યાંશને મૃત જાહેર કર્યા છે. શિવાનંદન અને સૌબરન સિંહની સ્થિતિ ગંભીર હતી. તેને સેફઇ રિફર કરાયા હતા. જો કે સારવાર દરમિયાન સોબરનનું મોત થયું છે. જ્યારે શિવાનંદ હજી પણ ગંભીર છે. ચામાં ચાની ભુકીના બદલે કિટનાશક દવા નાખી દેતા આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.
ADVERTISEMENT