કોલેજમાં યુવતીઓના નગ્ન વીડિયો બનાવતી 3 મુસ્લિમ વિદ્યાર્થીની પકડાઇ, પછી થયો ચોંકાવનારો ખુલાસો

ADVERTISEMENT

Karnataka Student Make Video in Toilet
Karnataka Student Make Video in Toilet
social share
google news

નવી દિલ્હી : કર્ણાટકના ઉડ્ડુપીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેણે સોશિયલ મીડિયા પર વિવાદોના વંટોળને ફરી પેદા કરી દીધો છે. લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. એક પ્રાઇવેટ પૈરામેડિકલ કોલેજમાં ત્રણ યુવતીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તેમના પર આરોપ છે કે, તેમણે વોશરૂમમાં છુપાઇને બાકીની યુવતીઓના વીડિયો બનાવ્યા અને તેને વાયરલ કરી દીધા છે. ફરિયાદ 18 જુલાઇના રોજ થઇ અને 20 જુલાઇના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. ત્યાર બાદ આ મામલે સાંપ્રયાદિક રંગ પણ આપવામાં આવ્યો છે.

સસ્પેન્ડ થયેલી ત્રણેય યુવતીઓ મુસ્લિમ છે. એવામાં સોશિયલ મીડિયા પર લોકોએ ઘટનાને જેહાદી કાવત્રું ગણાવ્યું છે. લોકોએ ટ્વીટ કરાત લખવાનું શરૂ કરી દીધું છે કે, આરોપી યુવતીઓ હિંદુ યુવતીઓના વીડિયો બનાવીને તેને મુસ્લિમ યુવતી વચ્ચે વાયરલ કરી રહી છે. કેટલાક લોકોએ તો ઘટનાની તુલના કેરાલા સ્ટોરી સાથે કરી દીધી છે. પોસ્ટર પણ બની ગયા અને હાલ ખુબ મોટા પ્રમાણમાં શેર થઇ રહ્યા છે. જો કે જ્યારે આ મામલે તપાસ કરી તો ખબર પડી કે જેટલો મોટો મામલો દેખાડવામાં આવી રહ્યો છે તેટલો મોટો છે નહી.

જિલ્લા પોલીસ અધીક્ષક અક્ષય મચ્છિન્દ્રએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, લોકો તેને બીજા સ્થળો પર થયેલા કેસ સાથે જોડી રહ્યા છે. તે અંગે પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલથી સ્પષ્ટીકરણ આપવામાં આવી ચુક્યું છે. વેરિફિકેશન વગરની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરીને કન્ફ્યુઝન પેદા કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગને કોઇ વીડિયોને સર્કુલેટ કરવા અંગેની માહિતી મળી નથી. આ સાથે જ તેને કોલેજમાં હિંડન કેમેરો મુક્યો હોય તેવી માહિતી મળી નથી.

ADVERTISEMENT

કોલેજ તંત્રએ પોતાના સ્તર પર અનુશાસનાત્મક કાર્યવાહી કરી છે. એસપીએ મીડિયાને આ અંગે જણાવ્યું હતું. સાથે જ પીડિત યુવતીઓની તરફથી કોલેજ તંત્રને જણાવવામાં આવ્યું કે, વીડિયો માત્ર મજાક માં બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડિલીટ કરી દેવાયા હતા. તેને સર્કુલેટ કરવામાં આવ્યો નથી. મચ્છિન્દ્રએ કહ્યું કે, વીડિયોને ક્યાંય પણ શેર કરવામાં નથી આવ્યો. આ મામલે જો કોઇને વીડિયો મળે તો તેઓ આ અંગે અમારુ ધ્યાન દોરે.

    follow whatsapp

    ADVERTISEMENT