ઋષિકેશમાં 3 મઝારો ધ્વસ્ત, ફેસબુક લાઇવ દ્વારા પ્રસારણ કરાયું, પોલીસ કેસ દાખલ

ADVERTISEMENT

3 Mazaros collapse in Rishikesh, broadcasted via Facebook live, police case filed
3 Mazaros collapse in Rishikesh, broadcasted via Facebook live, police case filed
social share
google news

નવી દિલ્હી : ઋષીકેશમાં ત્રણ વધારે મઝારો ધ્વસ્ત કરવામાં આવ્યા બાદ માહોલ ગરમ છે. મળતી માહિતી અનુસાર દેવભૂમિ રક્ષા અભિયાનના કાર્યકર્તાઓએ રવિવારે ઋષિકેશમાં ત્રણ વધારે મઝારો ધ્વસ્ત કરી દેવામાં આવી છે. આટલું જ નહી પરંતુ આ સમગ્ર ઘટનાક્રમનું ફેસબુક લાઇવ પણ કર્યું છે. હવે પોલીસે ધાર્મિક ભાવનાઓ ભડકાવવા માટે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપીઓએ 27 અને 28 ઓગસ્ટે બે મઝારોના વિધ્વંસનો વીડિયો અપલોડ કર્યો હતો.

ઉતરાખંડ પોલીસે સમગ્ર ઘટનાનું સંજ્ઞાન લઇ કેસ દાખલ કર્યો

ઉતરાખંડ પોલીસે ઘટનાનું સ્વત: સંજ્ઞાન લેતા ઋષીકેશ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 505 (જાહેર ઉત્પીડનવાળા નિવેદન) હેઠળ કેસ દાખલ કર્યો છે. દેવભુમિ રક્ષા અભિયાનના પ્રમુખ સ્વામી દર્શન ભારતીએ કહ્યું કે, તેમણે ભુમિના માલિકો પાસેથી તેની પરવાનગી લીધી હતી. ઉતરાખંડમાં દેવભુમિ રક્ષા અભિયાન સતત સમાચારોમાં છવાયેલું છે. આ વર્ષે જુનમાં ઉત્તરકાશીના પુરોલમાં મુસ્લિમ વિરોધી પોસ્ટર ચિપકાવવાના મામલે સંગઠનની ભુમિકા પોલીસ તપાસ દરમિયાન નોંધી હતી.

દેવભુમિ છોડવા માટે એક ચોક્કસ સમુદાયના લોકોને અપીલ

આ પોસ્ટરોમાં દેવભૂમિ રક્ષા અભિયાનના સૌજન્યથી સમુદાય વિશેષના દુકાનદારો શહેર છોડવા અથવા પરિણામ ભોગવવાની ચેતવણી ઇશ્યું થઇ રહી છે. દર્શન ભારતીએ કહ્યું કે, અમિત ગ્રામ વિસ્તારમાં ત્રણ મજારોને તોડી દેવામાં આવી. અમે હિંદુઓની માલિકીની જમીન પર બનેલી લગભગ 25 એવી મઝારોની ઓળખ કરી છે. અમે તે તમામને ધ્વસ્ત કરી દઇશું.

ADVERTISEMENT

વીડિયોમાં કેટલાક લોકો હથોડાથી મજાર તોડી રહ્યા હોવાનું જોઇ શકાય છે

વીડિયોમાં કેટલાક લોકો હાથમાં હથોડા લઇને મજાર તોડી રહ્યા છીએ. જ્યારે પાસે એક JCB પણ ઉભું છે. દર્શન ભારતીનું કહેવું છે કે, ઉક્ત મજારો પહાડમાં રહેતા હિંદુઓની જમીન પર બનાવાઇ છે. જમીનના માલિકોએ પોતે તેને તોડવાની પરવાનગી આપી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બીજી તરફ ઋષીકેશ પોલીસ સ્ટેશનના SHO કે.આર પાંડેએ કહ્યું કે, જો મજારોના વિધ્વંસના લાઇવ પ્રસારણમાં કોઇ ભડકાઉ ભાષણ આપ્યું હશે તો અમે એક્શન લઇશું.

    follow whatsapp

    ADVERTISEMENT