જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના 3 જવાન શહીદ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હલાન…
ADVERTISEMENT
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના 3 જવાન શહીદ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું, જેમણે જવાબી કાર્યવાહી કરી. અધિકારીએ જણાવ્યું કે ગોળીબારમાં સુરક્ષા દળના ત્રણ જવાન ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
સુરક્ષાદળોને જંગલ વિસ્તારમાં આતંકીઓની બાતમી મળી હતી
શ્રીનગર સ્થિત સેનાના ચિનાર કોર્પ્સે એક ટ્વીટમાં કહ્યું કે, ઓપરેશન હલાન કુલગામ. સુરક્ષા દળોએ 4 ઓગસ્ટના રોજ કુલગામના હલાનના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી વિશે બાતમી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા. સર્ચ ઓપરેશન ચાલુ છે.સેનાના અધિકારીએ કહ્યું કે એન્કાઉન્ટર વિસ્તારમાં વધુ દળો મોકલવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.
અગાઉ આતંકીઓના 3 સહયોગીઓની ધરપકડ થઈ
અગાઉ, કાશ્મીરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ની શાખા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) સાથે જોડાયેલા આતંકવાદીઓના ત્રણ સહયોગીઓની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ લોકોની ઓળખ બારામુલ્લાના ઈમરાન અહેમદ નઝર, શ્રીનગરના વસીમ અહેમદ મટ્ટા અને બિજબેહરાના વકીલ અહેમદ ભટ તરીકે થઈ છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે ત્રણેયને ચેકપોસ્ટ પરથી પકડી પાડ્યા હતા. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ત્રણ હેન્ડ ગ્રેનેડ, 10 રાઉન્ડ પિસ્તોલ, 25 રાઉન્ડ એકે-47 રાઈફલ અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT