12 ચોપડી ભણેલા આ મહિલા બન્યા KBC 14ના પહેલા કરોડપતિ, 22 વર્ષે પૂરું થયું સપનું

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: કૌન બનેગા કરોડપતિ સીઝન 14ને તેની પહેલી કરોડપતિ મળી ગઈ છે. મહારાષ્ટ્રના કવિતા ચાવલાએ શાનદાર રમત રમીને 1 કરોડ રૂપિયા જીત્યા છે. કવિતા માટે આ જીત ખૂબ મોટી છે. 12 ચોપડી ભણેલા કવિતાએ જે મહેનત અને દ્રઢ નિશ્ચય સાથે અભ્યાસ કર્યો તે માટે તેઓ પ્રશંસાને પાત્ર છે. કેબીસીના મંચ પર ઐતિહાસિક જીત મેળવી છે.

7.50 કરોડના જવાબ પર અટક્યા કવિતા ચાવલા
કવિતા ચાવલા 1 કરોડ તો જીત્યા પરંતુ તેઓ 7.5 કરોડના સવાલનો જવાબ ન આપી શક્યા. અંતિમ સવાલનો જવાબ ન આપી શકવા પર કવિતા ચાવલાએ AajTak.com સાથે વાતચીતમાં જણાવ્યું કે શા માટે તેમણે રિસ્ક ન લીધું. કવિતા કહે છે, છેલ્લો સવાલ મેન્સ ક્રિકેટ પર હતો. ગુંડપ્પાવિશ્વનાથ સાથે જોડાયેલો આ સવાલ હતો તે તેમણે કઈ ટીમ સામે ડબલ સેન્ચુરી બનાવી હતી. જેનો જવાબ હું ન આપી શકી. મને ક્રિકેટમાં ક્યારેય રસ નથી રહ્યો. આથી મને આ સવાલ છોડવાનું દુઃખ નથી.

કવિતા કહે છે, કેબીસીના ઈતિહાસમાં મારા માટે પહેલીવાર સાત કરોડ 50 લાખનો સવાલ આવ્યો છે. આ પહેલા માત્ર 7 કરોડ રૂપિયા સુધીના સવાલ પૂછાયા હતા. હું ખુશ છું કે આ આખી દુનિયા મને તે સવાલ ફેસ કરતા જોશે. જોકે હું જીતી ન શકી છતાં પણ ખુશ છું.

ADVERTISEMENT

વર્ષ 2000થી કેબીસીમાં જવાનું સપનું હતું
કવિતા આજે જે જગ્યાએ છે ત્યાં પહોંચવા માટે તેમણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. 20 રૂપિયાથી શરૂ થયેલી તેમની સફરે આજે તેમને કરોડપતિ બનાવ્યા છે. કેબીસી પર આવવાનું સપનું તેમણે વર્ષ 2000માં જોવાનું શરૂ કર્યું હતું. લગભગ 22 વર્ષ બાદ કેબીસીના મંચ પર આવીને તેમની આતુરતનો અંત આવ્યો.

જીતેલા પૈસાથી હવે શું કરશે?
કવિતા સિંગલ પેરેન્ટ છે અને તેમણે 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ આગળ ભણવા ઈચ્છતા હતા પરંતુ તેમના પિતાએ વધુ અભ્યાસ કરવાની મંજૂરી ન આપી અને તેમને ઘરકામ શીખવાની સલાહ આપી હતી. કવિતાએ જણાવ્યું કે તેઓ આ જીતેલી રકમથી પોતાનું તમામ દેવું ચૂકતે કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT