PM મોદીની વેબસાઈટ પર હીરાબાની સ્મૃતિમાં ‘મા’ સેક્શન લોન્ચ, કહ્યું- યાદો હવે મારા-તમારા વચ્ચે નવો પુલ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઇટ પર તેમની માતા હીરાબેન મોદીને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. હીરાબાને સમર્પિત માઇક્રોસાઇટ લોન્ચ કરવામાં આવી છે. આ માઇક્રોસાઇટમાં ચાર અલગ-અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે. જેમાં હીરાબાના જીવન, તેમના ફોટો-વિડિયો અને તેમના ઉપદેશો સાથે જોડાયેલી બાબતોનો સમાવેશ થાય છે.

હીરાબાના યાદમાં શ્રદ્ધાંજલિ તરીકે નવું સેક્શન
અધિકારીઓએ આ વિશે જણાવ્યું કે, માઇક્રોસાઇટ માતૃત્વની અતૂટ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તે વડાપ્રધાનની માતાની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ તરીકે શરૂ કરવામાં આવી છે. આ માઈક્રોસાઈટમાં વડાપ્રધાન મોદીની માતાની દિનચર્યા, દેશવાસીઓના મનમાં રહેલી તેમની યાદો તેમજ હીરાબાના નિધન પર વિશ્વના નેતાઓના શોક સંદેશો પણ બતાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે હીરાબાનું ગત વર્ષે 30 ડિસેમ્બરે નિધન થયું હતું.

પીએમ મોદીની માતા પ્રત્યેની લાગણી રજૂ કરાઈ
આ માઈક્રોસાઈટની શરૂઆતમાં એક વીડિયો છે, જેમાં પીએમ મોદીની તેમની માતા પ્રત્યેની લાગણી અને શબ્દોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે પીએમ મોદીના બાળપણથી લઈને તેમની માતાના મૃત્યુ સુધીના સમયને વાર્તાની તર્જ પર રજૂ કરવામાં આવ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીનો ખાસ બ્લોગ પણ સામેલ છે, જે તેમણે તે સમયે તેમની માતા માટે લખ્યો હતો. જ્યારે તેઓ 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હતી. હિન્દીમાં લખાયેલ બ્લોગનું ઓડિયો વર્ઝન છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

પીએમના બ્લોગનું ઓડિયો વર્ઝન પણ ઉમેરાયું
આ ઓડિયોમાં કહેવાયું છે કે, પૂજ્ય મા, આજે તમે નથી રહ્યા, તેમ છતાં તમારા આપેલા સંસ્કાર મારા મન-મસ્તિષ્ક પર તમારા બંને હાથોની જેમ ફેલાયેલા છે. જો મને શક્તિ, શિક્ષા આપે છે. નમન કરવું, માથા પર તિલક લગાવવું, મિઠાઈ ખવડાવવી, હાથ પકડવો, દીવો પ્રગટાવવો, ચરણસ્પર્શ કરીને મારી આંગળીઓના ટેરવાથી તમારી ઉર્જા મારી નસ-નસ સુધી પહોંચાડવી, આ થોડી યાદો મારા અને તમારા વચ્ચેનો નવો પુલ છે. તમને મળવા માટે એક નવો પુલ છે મા, હવે હું આના પર ચાલીશ. જીવનમાં જ્યારે પણ સંઘર્ષ કે આનંદ આવશે, ભવિષ્યમાં હું જ્યાં પણ હોઈશ ત્યાં હંમેશા તારી ખોટ રહેશે.

ADVERTISEMENT

ચાર વિભાગ બનાવવામાં આવ્યા છે
આમાં ચાર વિભાગ બનાવવામાં આવ્યા છે. લાઇફ ઇન પબ્લિક ડોમેન, નેશન રિમેમ્બર્સ, વર્લ્ડ લીડર્સ કંન્ડોલ અને છેલ્લો વિભાગ ‘સેલિબ્રેટિંગ મધરહૂડ’ નામ આપવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં હીરાબાના જાહેર જીવનને લગતા ફોટો-વિડિયો રાખવામાં આવ્યા છે. બીજામાં ટેલિવિઝન કવરેજ, પ્રિન્ટ અને ડિજિટલ કવરેજ અને હીરાબાના મૃત્યુના શોક સંદેશાઓ આવરી લેવામાં આવ્યા છે. ત્રીજામાં વિશ્વભરના નેતાઓના શોક સંદેશાઓ વિશ્વ નેતાઓના શોક સમાવિષ્ટ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે છેલ્લો વિભાગ માતૃત્વની ઉજવણી કરે છે. તેમાં પીએમ મોદી અને તેમની માતાના ચાર ટેમ્પ્લેટ્સ છે. લોકો એક તસવીર પસંદ કરીને પોતાનો મેસેજ લખીને શેર કરી શકે છે.

ADVERTISEMENT

માઈક્રોસાઈટ પીએમ મોદીની અધિકારીક વેબસાઈટ https://www.narendramodi.in/ સાથે સાથે તેમની વ્યક્તિગત એપ નરેન્દ્ર મોદી એપ પર પણ એપ દેખાય છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT