Modi ભારતના ડેંગ જિયાઓપિંગ છે, ભારતને નવી ઉંચાઇએ લઇ જશે: અમેરિકી ઉદ્યોગપતિ - modi is indias deng xiaoping will take india to new heights american businessman - GujaratTAK
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

Modi ભારતના ડેંગ જિયાઓપિંગ છે, ભારતને નવી ઉંચાઇએ લઇ જશે: અમેરિકી ઉદ્યોગપતિ

PM Modi is Deng Xiaoping : અમેરિકી અબજોપતિ અને રોકાણકાર રે ડેલિયોએ વડાપ્રધાન મોદીના શાસનકાળના વખાણ કરતા કહ્યું કે, ભારતનો સંભવિત વિકાસદર વિશ્વના બાકી દેશો કરતા વધારે છે. તેમણે કહ્યું કે, તેમની પાસે ભારત સહિત વિશ્વના ટોપના 20 દેશોના આગામી 10 વર્ષના વિકાસ દરનું અનુમાન છે અને તેમાં સર્વશ્રેષ્ઠ ભારતનું સ્થાન છે. અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ […]
PM Modi is Dan Jiaoping of India

PM Modi is Deng Xiaoping : અમેરિકી અબજોપતિ અને રોકાણકાર રે ડેલિયોએ વડાપ્રધાન મોદીના શાસનકાળના વખાણ કરતા કહ્યું કે, ભારતનો સંભવિત વિકાસદર વિશ્વના બાકી દેશો કરતા વધારે છે. તેમણે કહ્યું કે, તેમની પાસે ભારત સહિત વિશ્વના ટોપના 20 દેશોના આગામી 10 વર્ષના વિકાસ દરનું અનુમાન છે અને તેમાં સર્વશ્રેષ્ઠ ભારતનું સ્થાન છે.

અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ છે રે ડેલિયો

અમેરિકાના લોસ એન્જિલ્સમાં UCLA કેમ્પસના રોયસ હોલમાં ઓલ ઇન સમિટ 2023 માં રે ડેલિયોએ કહ્યું કે, મને લાગે છે કે, ભારત આજે ત્યાં જ ઉભુ છે જ્યાં ચીન હતું. જ્યારે મે 1984 માં ત્યાં જવાનું શરુ કર્યું હતું. એટલા માટે જો તમે પ્રતિ વ્યક્તિ આવકના સ્વરૂપને જોશો, તો મને લાગે છે કે, મોદી ડેંગ જિયાઓપિંગ છે. તેમની પાસે મોટા પ્રમાણમાં સુધારો અને રચનાત્મક વિકાસ છે. ભારત ખુબ જ મહત્વપુર્ણ છે. મને નથી લાગતું કે કોઇ પણ મુદ્દો ભારતને અટકાવી શકશે.

તટસ્થ દેશો હંમેશા આગળ વધ્યા છે

ડેલિયોએ કહ્યું કે, ઇતિહાસમાં જે દેશ તટસ્થ હતા, તેમણે સૌથી સારુ પ્રદર્શન કર્યું.બીજા શબ્દોમાં તેવા દેશ યુદ્ધોમાં વિજેતાઓ કરતા પણ સારા રહ્યા. જો કે અમારા દેશ અમેરિકાનું ચીન અને તેના સહયોગીઓ, રશિયા અને આ પ્રકારના અન્ય દેશોની સાથે એક પ્રકારનો સંઘર્ષ છે, જો કે જે દેશ જેવા ભારત વચ્ચે વચ્ચેની સ્થિતિમાં છે, તેઓ તેનાથી લાભાન્વિત થવાના છે.

કોણ હતા ડેન જિયોઓપિંગ

ડેંગ જિયાઓપિંગ ચીનના એક ક્રાંતિકારી અને સુધારાવાદી નેતા હતા, જેમણે આઓત્સે તુંગના નિધન બાદ ચીનને બજારવાદી અર્થવ્યવસ્થાની તરફ આગળ વધાર્યું હતું. તેમણે ડિસેમ્બર 1978 થી નવેમ્બર 1989 સુધી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના સર્વોપરિ નેતા તરીકે કામ કર્યું હતું. 1976 માં માઓત્સે તુંગના નિધન બાદ ડેંગ ધીરે ધીરે ચીનના સર્વોચ્ચ નેતા બની ગયા હતા. ત્યારે માઓના મોત બાદ ચીન રાજનીતિક અને આર્થિક સંકટોથી ઘેરાઇ ગયું હતું.

આધુનિક ચીનના શિલ્પકાર હતા ડેન

માઓના મહાન સર્વહારા સાંસ્કૃતિક ક્રાંતિ અને ત્યાર બાદ જુથની લડાઇએ દેશને ઘણુ વધારે ગરીબ, નબળા અને અલગ-થલગ કરી દેવામાં આવ્યા હતા. જો કે ડેંગ જિયાઓપિંગે દેશની બાગડોર સંભાળી તો તેમણે બજાર અને અર્થવ્યવસ્થામાં સુધારાની એક લાંબી શ્રૃંખલાની શરૂઆત કરી. તેના કારણે ચીન આર્થિક રીતે ફરીથી સક્ષમ થઇ શકે. ડેંગને આ કારણે આધુનિક ચીનના વાસ્તુકાર પણ કહેવામાં આવે છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…