GUJARAT માં લોકસભામાં 22 સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા, પાર્ટી'લ' મોટા મોટા માથા કાપશે - ગુજરાત તક
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

GUJARAT માં લોકસભામાં 22 સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા, પાર્ટી’લ’ મોટા મોટા માથા કાપશે

અમદાવાદ : આગામી 2024 માં લોકસભાની ચૂંટણી આવી રહ્યા છે. ભાજપે અત્યારથી જ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને હવે 13 મહિનાનો સમય બાકી છે. જો કે ભાજપ દ્વારા 60+ ના લોકોની થિયરીમાં ગુજરાત વિધાનસભામાં સફળ થયા બાદ હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પણ મોટો ખેલ કરવાની તૈયારીમાં છે. પાર્ટી પોતાના સૌથી મજબુત ગઢ ગણાતા ગુજરાતમાં વધારે એક એક્સપરિમેન્ટ કરવાની તૈયારીમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ 26 લોકસભા સીટ છે જે તમામ ભાજપ પાસે છે. ભાજપે 2019 માં ક્લિન સ્વીપ કર્યું હતું. તેવામાં હવે ભાજપ કુલ 22 સાંસદોની ટિકિટ કાપે તેવી તૈયારીઓ કરી દીધી છે.

ભાજપ લોકસભામાં તમામ સીટ મોટા માર્જિનથી કબ્જે કરવા તૈયાર
ગુજરાતમાં ભાજપ દ્વારા હવે લોકસભા બેઠકોને મોટા માર્જિનથી કબજે કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં હવે પાર્ટીની વ્યુહ રચના ન માત્ર મોટા માર્જિનથી જીત પ્રાપ્ત કરવી પરંતુ સાથે સાથે નવા ચહેરાઓેને તક આપવા પર પણ ફોકસ કરી રહી છે. પાર્ટી સુત્રો અનુસાર 26 પૈકી 22 સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા છે. આ ઉપરાંત અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓની ટિકિટ પણ કાપવાની તૈયારી પાર્ટીએ કરી લીધી છે.હાલમાં કેન્દ્રમાં મંત્રી રહેલા મનસુષ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પણ ચૂંટણી લડશે. પાર્ટી બંન્ને નેતાઓને રાજ્યસભામાં રિપીટ કરે કે કેમ તે અંગે પણ સવાલો છે. તેવામાં અનેક મોટા નેતાઓને આંચકો લાગી શકે છે.

games808

આટલા સાંસદોના પત્તા કપાય તેવી શક્યતા
સુત્રો અનુસાર પૂનમ માડમ (જામનગર), રમેશ ધડુક (પોરબંદર), મોહન કુંડારિયા (રાજકોટ), મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર), ડો. કિરીટ સોલંકી (અમદાવાદ-વેસ્ટ), હસમુખ પટેલ (અમદાવાદ-ઇસ્ટ) શારદાબહેન પટેલ (મહેસાણા), ભારતી ડાભી (પાટણ), દીપ સિંહ રાઠોડ (સાબરકાંઠા) પરબત પટેલ (બનાસકાંઠા) દર્શના જરદોશ (સુરત) પ્રભુ વસાવા (બારડોલી), કેસી પટેલ (વલસાડ), રંજનબહેન ભટ્ટ (વડોદરા), જસવંત સિંહ ભાભોર (દાહોદ), રતનસિંહ રાઠોડ (પંચમહાલ), દેવુસિંહ ચૌહાણ (ખેડા), રાજેશ ચુડાસમા (જૂનાગઢ), નારણ કાછડિયા (અમરેલી) અને મિતેશ પટેલ (આણંદ) નું પત્તુ કપાય તો નવાઇ નહી. જો કે હાલ તો આ તમામ સમાચાર સુત્રો પાસેથી આવી રહ્યા છે. નિર્ણય લેવાય ત્યાર બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

મહિલા પત્રકાર આપી બેઠી છોકરીને દિલ, આવી રીતે કર્યો પ્રેમ વ્યક્ત હિંડનબર્ગના રિપોર્ટ બાદ અમીરોની યાદીમાંથી જેક ડોર્સી ગાયબ! હવે આટલી રહી નેટવર્થ સ્વરા ભાસ્કરે તાજેતરમાં સામાજિક કાર્યકર્તા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા, સંગીત સેરેમની દરમિયાન કરી કિસ દિશા પટણીના ટૉપ બિકિની લુક્સ, બોલ્ડનેસ એવી જેણે બધાના ઉડાવ્યા હોશ એકબીજાની આંખોમાં આંખો પરોવી વિરાટ-અનુષ્કા રોમાન્ટિક થયા, પછી કેમેરામાં આપ્યા પોઝ રમઝાનના પહેલા દિવસે આતિફ અસ્લમને મળી ભેટઃ ત્રીજીવાર બન્યો પિતા લક્ઝરી લાઈફ અને મોંઘી કારમાં સફર કરે છે અનુપમાનો અનુજ, જાણો એક એપિસોડની કમાણી હદ પાર છે Rana Naiduની ‘મંદિરા’ની ખુબસૂરતી, એક એક તસવીર પર નજર અટકી જશે WhatsApp સ્ટેટસમાં લાવ્યું મહત્વનું અપડેટ, આ ગજબ ફીચર મળશે ટ્રેડિશનલ ડ્રેસમાં પલક તિવારીનું ફોટોશૂટ, હોટ અંદાજથી અદાઓથી ફેન્સને કર્યા ઘાયલ ચૈત્રી નવરાત્રી પર અંબાજી મંદિર રંગબેરંગી લાઈટોઝી ઝળહળી ઉઠ્યું, જુઓ તસવીરો Keerty Sureshની ‘દશેરા’ ટીમે વહેંચ્યા સોનાના 75 લાખના સિક્કા નિખિલ પટેલ અને દલજીત કૌરના લગ્નથી ભડક્યા યુઝર્સ, દલજીતે આપ્યો જોરદાર જવાબ જ્યારે સચિનને એરપોર્ટ પર પહેલી નજરે અંજલિ સાથે થઈ ગયો પ્રેમ, જાણો બંનેની લવ સ્ટોરી આમિર ખાનના ભત્રીજાના થઈ ગયા છૂટાછેડા! પરિણીત અભિનેત્રી સાથે અફેરના કારણે તૂટ્યો સંબંધ? ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં શાહરુખની લાડલીએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ ગ્લેમરસ અવતાર કપિલની ઓનસ્ક્રીન પત્નીનો કામણગારો અંદાજ, બિકિની લૂકમાં સો.મીડિયામાં છવાઈ Nora Fatehiનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ Viral Photos શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ સીઆઇડીમાં કામ કરી ચૂકેલી મેઘા ​​ગુપ્તાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ