Badrinath Dham: કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આજે અમે તમને તેમના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનાથ ધામ મંદિર સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવીશું. હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રામાં એક બદ્રીનાથ ધામ મંદિરની યાત્રા પણ સામેલ હોય છે. બદ્રીનાથ ધામ મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરોમાંથી એક છે.
મંદિરમાં વગાડવામાં આવતો નથી શંખ
બદ્રીનાથ ધામમાં દર વર્ષે લાખો વિષ્ણુ ભક્તો દર્શન કરવા જાય છે. આ મંદિર દેવભૂમિ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. વાસ્તવમાં હિન્દુ ધર્મમાં તમામ વૈષ્ણવ મંદિરોમાં આરતી દરમિયાન શંખનાદ કરવામાં આવે છે. પરંતુ આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં શંખ બિલકુલ પણ વગાડવામાં આવતો નથી. ચાલો જાણીએ આટલા મોટા વિષ્ણુ ધામમાં શંખ કેમ વગાડવામાં આવતો નથી.
જાણો શંખ ન વગાડવા પાછળનું કારણ
બદ્રીનાથ ધામમાં શંખ ન વગાડવા પાછળ એક માન્યતા છે કે આ મંદિરના પ્રાંગણમાં જેને તુલસી ભવન કહેવામાં આવે છે. ત્યાં એકવાર લક્ષ્મીજી ધ્યાન મુદ્રામાં હતા. તે સમયે ભગવાન વિષ્ણુએ શંખચૂર્ણ રાક્ષસનો વધ કર્યો હતો. જ્યારે લક્ષ્મીજી ધ્યાનમાં બેઠેલા હતા, તે સમયે ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે તેમની સાધનામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે. આ કારણે તેમણે રાક્ષણ શંખચૂર્સનો વધ કર્યા બાદ શંખ વગાડ્યો ન હતો. હિન્દુ ધર્મમાં કહેવાય છે કે કોઈપણ યુદ્ધની વિજય પ્રાપ્તિ બાદ શંખનાદ કરવામાં આવે છે.
બદ્રીનાથ ધામની મહિમા
હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રા કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જેમાંથી એક ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું બદ્રીનાથ ધામ પણ છે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જે પણ અહીં ભક્તિપૂર્વક દર્શન માટે જાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ તીર્થને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જ્યાં આજે બદ્રીનાથ મંદિર આવેલું છે, ત્યાં ભગવાન વિષ્ણુએ એક સમયે કઠોર તપસ્યા કરી હતી. તેથી એવું માનવામાં આવે છે કે અહીં સાક્ષાત રૂપમાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે.