CBI મનીષ સિસોદિયા પર જાસુસીનો કેસ, જાણો આખુ યુનિટ બનાવીને જાસુસીનો આક્ષેપ લાગ્યો

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : જેલમાં બંધ મનીષ સિસોદિયા પર સીબીઆઇએ વધારે એક કેસ દાખલ કર્યો છે. આ મામલો દિલ્હી સરકારની ફિડબેક યૂનિટ અંગેનો છે. આ મુદ્દે સિસોદિયા ઉપરાંત અન્ય કેટલાક સરકારી અધિકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. સિસોદિયા પર પોતાના પદનો દુરૂપયોગ કરવા અને ફીડબેક યૂનિટનો ઉપયોગ રાજનીતિક નજર રાખવાનો આરોપ છે. દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં મનીષ સિસોદિયાને સીબીઆઇ પહેલા જ ધરપકડ કરી ચુક્યા છે. હાલ આ મુદ્દે સિસોદિયા ઇડીની કસ્ટડીમાં છે.

અનેક રિટાયર્ડ અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા
ફિડબેક યુનિટ મુદ્દે સીબીઆઇમાં સીબીઆઇએ સિસોદિયા ઉપરાંત આઇઆરએસ અધિકારી સુકેશ કુમાર જૈન, સીઆઇએસએફના રિટાયર્ડ ડીઆઇજી રાકેશ કુમાર સિન્હા, આઇબીના જોઇન્ટ ડેપ્યુટી ડાયરેક્ટર પ્રદીપ કુમાર પુંજ, સીઆઇએસએફના રિટાયર્ડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સતીશ ખેત્રપાલ અને ગોપાલ મોહનને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, વડાપ્રધાનનો પ્લાન મનીષ સિસોદિયા પર ખોટા કેસ થોપવા અને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાનો છે. દેશ માટે આ દુખની વાત છે.

ભાજપની માંગ છે કે દેશદ્રોહના એંગલથી તપાસ થવી જોઇએ
દિલ્હી ભાજપના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, આ ગંભીર મામલો છે અને સીબીઆઇને દેશદ્રોહની એંગલથી પણ તપાસ કરવી જોઇએ. બીજી તરફ દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અલી મેહદીએ કહ્યું કે, આ આંતરિક સુરક્ષાનો મામલો છે. એટલા માટે તમામ આરોપીઓ પર UAPA હેઠળ કેસ દાખલ થવો જોઇએ.

આ પણ વાંચો

ADVERTISEMENT

શું છે ફીડબેક યુનિટ?
– 2015 માં જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હીની સત્તામાં આવી, ત્યાર બાદ એન્ટી કરપ્શન બ્રાંચ (ACB) પર કંટ્રોલ મુદ્દે દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે જંગ છેડાઇ હતી. ત્યાર બાદ એસીબીનો સંપુર્ણ કંટ્રોલ ઉપરાજ્યપાલ પાસે જતો રહ્યો હતો.
– આ લડાઇને હાર્યા બાદ અરવિંદ કેજરીવાલે પોતાની સતર્કતા વિભાગ હેઠળ પોતાની તપાસ એજન્સી ખોલવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ફિડબેક યુનિટ બનાવવામાં આવ્યું.
– ફીડબેક યૂનિટનું કામ દિલ્હી સરકારના આધિન આવનારી સરકારી વિભાગ, ઓટોનોમસ બોડી, ઇન્સ્ટીટ્યુશન અને અન્ય સંસ્થાઓ પર નજર રાખવાનું હતું.
– ફીડબેક યુનિટ બનાવવાનો નિર્ણય 29 સપ્ટેમ્બર, 2015 ના રોજ કેબિનેટ મીટિંગમાં લેવાયો હતો. ફેબ્રુઆરી 2016 થી તેનું કામ શરૂ કર્યું. તેમાં 17 કર્મચારી હતા, જેમાંથી મોટા ભાગના આઇબી અને કેન્દ્રીય દળોમાંથી રિટાયર્ડ થયેલા અધિકારીઓ હતા.

ફિડબેક યુનિટ પર શું છે આરોપ?
– સીબીઆઇનો આરોપ છે કે, સિસોદિયાઅને અન્ય આરોપી અધિકારીઓએ પોતાના પદનો દુરૂપયોગ કરતા રૂલ્સ અને રેગ્યુલેશનની મજાક બનાવીને ફિડબેક યુનિટ બનાવ્યું. એવા પણ આરોપ લગાવાયો છે કે, આ યુનિટને બેઇમાન ઇરાદાથી બનાવાયું છે.
– સીબીઆઇએ આરોપ લગાવ્યો કે ફિડબેક યુનિટના અધિકારી રાકેશ કુમાર સિન્હા, પ્રદીપ કુમાર પુંજ, સતીશ ખેત્રપાલ અને સલાહકાર ગોપાલ મોહને રાજનીતિક ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે ન માત્ર યૂનિટના કર્મચારીઓનો ઉપયોગ કર્યો પરંતુ સીક્રેટ સર્વિસ ફંડનો દુરૂપયોગ કર્યો.
– તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો કે, ફિડબેક યુનિટને બનાવવા અને તેના કામકાજને બિનકાયદેસર રીતે સરકારી ખજાનાને 36 લાખ રૂપિયાનું નુકસાન થયું.

ADVERTISEMENT

40% રિપોર્ટ રાજનીતિક ગુપ્ત માહિતી
– સીબીઆઇની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે, ફિડબેક યુનિટમાં 17 રિટાયર્ડ અધિકારીઓને નિયુક્ત કરતા પહેલા પ્રશાસનિક સુધાર વિભાગ અને એલજીની મંજૂરી લેવાઇ નહોતી.
– સીબીઆઇના ફિડબેક યૂનિટના તૈયાર રિપોર્ટનું એનાલિસિસ કર્યા બાદ જણાવ્યું કે, 60 ટકા રિપોર્ટ સતર્કતા અને ભ્રષ્ટાચારના મામલે જોડાયેલા હતા. જ્યારે 40 ટકા રિપોર્ટ રાજનીતિક ગુપ્ત માહિતી હતી.
– તપાસમાં એવો પણ ખુલાસો થયો કે, ફીડબેક યુનિટના રિપોર્ટના આધાર પર કોઇ સરકારી અધિકારી અથવા વિભાગ વિરુદ્ધ કોઇ ઔપચારિક કાર્યવાહી કરવામાં નથી આવી

ADVERTISEMENT

સિસોદિયા તેમા કઇ રીતે ફસાયા
– ગૃહમંત્રાલયે કથિત રાજનીતિક જાસુસી મુદ્દે મનિષ સિસોદિયા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.
– આ મુદ્દે મનીષ સિસોદિયા એટલા માટે ઘેરામાં આવ્યા કારણ કે તેમની પાસે સતર્કતા વિભાગ પણ હતો. જેના અંતર્ગત ફિડબેક યુનિટ બનાવાયું હતું.
– ત્યાર બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ ગત્ત મહીને સિસોદિયા ઉપરાંત પાંચ અન્ય અધિકારીઓ વિરુદ્ધ સીબીઆઇ તપાસને મંજૂરી આપી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT