કુનો પાર્કમાંથી બહાર આવી ચિત્તો પહોંચ્યો ગામમાં, ગ્રામજનોમાં ફફડાટ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

મધ્યપ્રદેશ:  કુનો નેશનલ પાર્કમાં 70 વર્ષ બાદ દેશની ધરતી પર આવેલા ચિત્તાઓએ હંગામો મચાવ્યો છે.   કુનો પાર્કની હદ વટાવીને તેઓ નજીકના ગામડાઓમાં પણ પહોંચવા લાગ્યા છે. આ જ કારણ છે કે હવે ચિતાઓના દસ્તકથી ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો છે. જેના કારણે વન વિભાગની મુશ્કેલીઓ પણ વધવા લાગી છે. કુનો પાર્કથી કેટલાંક કિલોમીટર દૂર ઝાર બરોડા અને ઇકલોદ ગામોમાં રવિવારે ચિતો જોવા મળ્યો હતો. જ્યાં એક નર ચિત્તો ગામને અડીને આવેલા ખેતરોમાં પહોંચ્યો હતો.

ઓબાન નામનો ચિત્તો કુનો નેશનલ પાર્કમાંથી નીકળીને એક ગામમાં પહોંચ્યો. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચિત્તાનું નામ ઓબાન જણાવવામાં આવી રહ્યું છે, જેને સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં જ આ ચિત્તાઓને મોટા બંધમાંથી ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા છે. તે ચીતા જિલ્લાના વિજયપુર તાલુકાના ગોલી પુરા અને ઝાર બરોડા ગામોની નજીકના વિસ્તારમાં છે. ગ્રામજનો તેને ભગાડવા માટે લાકડીઓ લઈને ઉભા હતા. માહિતી મળતા જ વન વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઓબાનની શોધખોળ ચાલુ છે.

ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો દીપડો
આ ચિત્તાઓને પ્રોજેક્ટ ચિતા હેઠળ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લઈ આવવામાં આવ્યા છે. આ ચિત્તાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 સપ્ટેમ્બર 2022ના રોજ તેમના જન્મદિવસે કુનો નેશનલ પાર્ક ખાતે છોડવામાં આવ્યા હતા. તેઓને બે મહિના માટે ક્વોરેન્ટાઇન કર્યા હતા. પછી તબક્કાવાર રીતે મોટા એન્ક્લોઝરના અલગ-અલગ કમ્પાર્ટમેન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. રવિવારે માહિતી મળી હતી કે ઓબાન નામનો ચિત્તો પાર્ક એરિયામાંથી નીકળીને વિજયપુરના ગોલી પુરા અને જાર બરોડા ગામ પાસે પહોંચ્યો હતો. ખેતરમાં દીપડાને જોઈ ગ્રામજનો ડરી ગયા હતા. સલામતી માટે તમામ ગ્રામજનોએ હાથમાં લાકડીઓ લીધી હતી. આ સાથે દીપડાના બહાર નીકળવાની માહિતી વન વિભાગને આપવામાં આવી હતી. વન વિભાગ અને પ્રોજેક્ટ ચિતા અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ફોન પર આજતક સાથે વાત કરતા પીસીસીએફ વાઇલ્ડલાઇફ જસવીર સિંહ ચૌહાણે કહ્યું કે, એ વાત સાચી છે કે નામીબિયન ચિત્તા ઓબાન કુનો પાર્કની સીમા રેખા ઓળંગીને વિજયપુર વિસ્તારના ઝાર બરોડા અને ગોલીપુરા ગામોમાં પહોંચી ગયો છે. ચિત્તાની દરેક હિલચાલ પર અમારી નજર છે. ચિંતા કરવા જેવું કંઈ નથી. અમારી ટીમો ચિત્તાની નજીક છે. તેને પાર્કના ખુલ્લા જંગલમાં લઈ જવામાં આવશે.

 સપ્ટેમ્બરમાં નામિબિયાથી લાવવામાં આવ્યા હતા ચિત્તા 
8 નામીબિયન ચિત્તાઓને પહેલા ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા હતા અને પછી તબક્કાવાર રીતે મોટા એન્ક્લોઝરના અલગ-અલગ કમ્પાર્ટમેન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને પાર્કના ખુલ્લા જંગલોમાં છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 3 નર અને એક માદા નામીબિયન ચિત્તાને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નામિબિયાથી લાવીને કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

આ પણ વાંચો: આવતીકાલે રાહુલ ગાંધી લીગલ ટીમ સાથે આવશે સુરત, કોર્ટના નિર્ણયને પડકારતી અરજી કરશે

ADVERTISEMENT

એક માદા ચિત્તાનું થયું મૃત્યુ
આમાંથી એક માદા ચિત્તા શાશાનું કિડનીના ઈન્ફેક્શનને કારણે મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક માદા સાયાએથોડા સામે પહેલા 4 બચ્ચાને જન્મ આપ્યો છે. 18 ફેબ્રુઆરીના રોજ, 12 નવા ચિત્તા દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા છે અને પાર્કમાં રાખવામાં આવ્યા છે. પાર્કમાં ચિત્તાઓના પરિવારની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. તમામ ચિત્તોને તેમનું નવું ઘર ગમવા લાગ્યું છે. પરંતુ વન વિભાગની મુશ્કેલીઓ પણ વધવા લાગી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT