હેટ સ્પીચ કેસમાં રાહત મળ્યા બાદ આઝમ ખાનને ફરીથી ધારાસભ્ય પદ મળશે? ચૂંટણી લડવા પર સવાલ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ મંત્રી આઝમ ખાન માટે આજે રાહતના સમાચાર આવ્યા છે.તેમને હેટ સ્પીચ કેસમાં સાંસદ-ધારાસભ્ય કોર્ટ (સેશન ટ્રાયલ) દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણય તેમના માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટની ટ્રાયલ કોર્ટના નિર્ણયને બાજુ પર રાખ્યો છે અને કોર્ટે આ મામલે તેના 70 પાનાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયોનો ઉલ્લેખ કર્યો છે.

જો કે આ પછી પણ આઝમ ખાનની વિધાનસભાની સદસ્યતા પર સવાલો ઉઠી રહ્યા છે. શું આઝમ ખાન વિધાનસભા પરત મેળવી શકશે? શું આઝમ ખાન ભવિષ્યમાં ફરી ચૂંટણી લડી શકશે? આઝમ ખાનને બીજા કેસમાં સજા થઈ છે, જે તેમના માટે ચૂંટણી લડવામાં મોટી અડચણ સાબિત થશે.

બીજા કેસમાં પણ 2 વર્ષની સજા
બીજી તરફ આઝમ ખાનનું સભ્યપદ ગુમાવ્યા બાદ રામપુરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના આકાશ સક્સેના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આવી સ્થિતિમાં આઝમ ખાનને વિધાનસભા પરત મળવાનો સવાલ જ નથી. મુરાદાબાદના છજલત કેસમાં પણ મુરાદાબાદ કોર્ટે આઝમ ખાન અને તેના પુત્ર અબ્દુલ્લા આઝમને બે-બે વર્ષની સજા ફટકારી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

નહીં લડી શકે ચૂંટણી
સજાને લઈ આઝમ ખાનની વિધાનસભા જતી રહી હતી. કાયદા હેઠળ જો કોઈ જનપ્રતિનિધિની સજા બે વર્ષથી વધુ હોય તો તેનું સભ્યપદ જતું રહે છે. હવે આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં ભલે રાહત મળી હોય, પરંતુ છજલત કેસમાં દોષિત ઠેરવવાના કારણે તેઓ હાલમાં ફરીથી ચૂંટણી લડવાની સ્થિતિમાં નથી.

જાણો શું હતો મામલો
મામલો 15 વર્ષ જૂનો છે. 29 જાન્યુઆરી, 2008ના રોજ છજલત પોલીસે પૂર્વ મંત્રી આઝમ ખાનની કારને ચેકિંગ માટે રોકી હતી. જેના કારણે તેમના સમર્થકો રોષે ભરાયા હતા. આ પછી સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. આ હંગામામાં અબ્દુલ્લા સહિત નવ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે હંગામો મચાવનારા તમામ લોકો સામે સરકારી કામમાં અવરોધ અને ભીડને ઉશ્કેરવા બદલ ગુનો નોંધ્યો હતો.

ADVERTISEMENT

જાણો શું છે હેટ સ્પીચ મામલો
વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન, આઝમ ખાને રામપુરની મિલક વિધાનસભામાં ભાષણમાં કથિત રીતે વાંધાજનક અને ભડકાઉ ટિપ્પણી કરી હતી. આ પછી રામપુર સીટના વર્તમાન ધારાસભ્ય અને બીજેપી નેતા આકાશ સક્સેના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં રામપુર કોર્ટે આઝમને દોષિત ઠેરવ્યો હતો. 27 ઓક્ટોબર 2022ના રોજ સાંસદ-ધારાસભ્ય કોર્ટે આઝમ ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. તેના આધારે આઝમ ખાનનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આઝમ ખાને કોર્ટના નિર્ણય પહેલા હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ, નીચલી કોર્ટના નિર્ણયને કારણે આઝમ ખાનની અરજીને ગેરવાજબી ગણાવીને ફગાવી દેવામાં આવી હતી.

ADVERTISEMENT

જોકે આઝમ ખાનને જામીન મળી ગયા હતા. પરંતું તેમનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ પછી રામપુર સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં આકાશ સક્સેના ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આકાશ સક્સેનાએ જ આઝમ વિરુદ્ધ હેટ સ્પીચનો કેસ દાખલ કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT