દિલ્હી-NCR માં ધરતીકંપના 5.5 તિવ્રતાના ઝટકા, GUJARAT માં પણ અનેક સ્થળે અસર

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : દિલ્હી અને એનસીઆરમાં ભુકંપના તિવ્ર ઝટકાઓ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તામાં હતું. જો કે 5.5 ની તિવ્રતાનો આ ભૂકંપ સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાયો હતો. ખાસ કરીને જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને ગુંડગાંવ ચંડીગઢ સહિતના વિસ્તારોમાં અનુભવાયો હતો. જો કે સૌતી મહત્વની બાબત છે કે, આ ભૂકંપ ઘણા લાંબા સમય સુધી અનુભવાયો હતો. જેના કારણે લોકોને પણ ભૂકંપ આવ્યાનો અનુભવ થતા લોકો બિલ્ડિંગોમાંથી નીચે ઉતરી આવ્યા હતા.

સમગ્ર ઉત્તરભારતમાં પણ ધરતીકંપ અનુભવાયો
દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તરભારતમાં ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. આ ઝટકા એવા હતા કે અનુભાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 રહી હતી. મળતી માહિતી અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું. પાકિસ્તાનના ઇસ્લામાબાદ, લાહોર અને પેશાવરમાં પણ ઝટકાઓ અનુભવાયા હતા. સીસ્મોલોજી વિભાગના અનુસાર 10.17 કાલાફગન, અફઘાનિસ્તાનથી 90 કિલોમીટર દુર ઝટકાનો અનુભવ થયો હતો. તસ્વીરો નોએડાની હાઇરાઇઝ સોસાયટીમાંથી આવી રહ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, લોકો ઘરેથી ઉતરીને પાર્કમાં આવી ગયા હતા. ભૂકંપના એટલા તીવ્ર ઝટકા હતા કે લોકો ગભરાઇ ગયા હતા.

ભૂકંપમાં શું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી
ભૂકંપ દરમિયાન જેટલું શક્ય હોય તેટલું સુરક્ષીત સ્થળ પર રહેવું જોઇએ. ધ્યાન રાખો કે કેટલાક ભૂકંપ વાસ્તમાં ભૂકંપ પહેલા જ ઝટકા અનુભવાતા હોય છે. મોટો ભૂકંપ થોડા સમયમાં આવે તેવી પેટર્ન જોવા મળતી હોય છે. તમારી હલચલ એકદમ ઘટાડી દો અને નજીકના સુરક્ષીત સ્થળ સુધી પહોંચી જાઓ. ત્યા સુધી ઘરની અંદર જ્યા સુધી ભૂકંપ બંધ ન થાઓ અને તમે સુનિશ્ચિત હો બહાર નિકળવું સુરક્ષીત નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

દિલ્હી-NCR માં મંગળવારે રાત્રે આશરે સવા10 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. યુપી, પંજાબ, જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ, બિહારમાં પણ ઝટકાઓ અનુભવાયા હતા. ઝારખંડમાં પણ ધરતીકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના કેન્દ્રની તિવ્રતા 6.6 છે. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કજાકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. સીસ્મોલોજી વિભાગના અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાથી 90 કિલોમીટર દુર કાલાફગનમાં હતું.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

સમાચાર અપડેટ થઇ રહ્યા છે….

    follow whatsapp

    ADVERTISEMENT