આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

Breaking: અમદવાદમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોત

અમદાવાદ: શ્રમિકોના મૃત્યુના કિસ્સાઓ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે. આજે અમદાવાદમાં એક સાથે 7  શ્રમિકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા એક સાથે 6 શ્રમિકોના મૃત્યુ થયા છે. આ ઘટનાથી હડકંપ મચી ગયો છે.

મળતી વિગત અનુસાર અમદાવાદ એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 લોકોના મોત થયા છે. આ સાથે 1 શ્રમિકની હાલત ગંભીર છે.  બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. એસ્પાયર-2 નામની બિલ્ડિંગનું કસ્ટ્રક્શન ચાલતુ હતુ ત્યારે આ દૂર્ઘટના બની હતી.

અમદાવાદના ગુલબાઈ ટેકરા નજીક આવેલ એસ્પાયર-2નામની બિલ્ડિંગનું નિર્માણ કાર્ય શરૂ હતું આ દરમિયાન સવારના 9:30 કલાક આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન કામ દરમ્યાન લિફ્ટ તૂટતા 7  શ્રમિકોના મોત થયા છે. જ્યારે બે શ્રમિકો ઘાયલ છે. તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘાયલ થયેલા શ્રમિકોની સારવાર ચાલી રહી છે. તમામ મૃતકોની ઉમર 25 વર્ષથી ઓછી છે. અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતાં પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના વતની છે.

મૃતક શ્રમિકોની યાદી

  • સંજયભાઈ બાબુભાઇ નાયક – ઉ વ 20
  • જગદીશભાઈ રમેશભાઈ નાયક-  ઉ વ 21
  • અશ્વિનભાઈ સોમાભાઈ નાયક-  ઉ વ 20
  • મુકેશ ભરતભાઈ નાયક-  ઉ વ 25
  • રાજમલ સુરેશભાઇ ખરાડી-  ઉ.વ.25
  • પંકજભાઈ શંકરભાઇ ખરાડી-  ઉ.વ.21

  વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું
ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગની દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે

1 Comment

  • […] અ’વાદમાં લિફ્ટ તૂટવાની ઘટના… અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડીંગમાં લિફ્ટ પડતા (Lift Collapse) 7 શ્રમિકોના મોત નિપજ્યા હતા. ગુજરાત યુનિ. નજીક એસ્પાયર-2 નામની બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. બિલ્ડીંગના 13મા માળે મજૂરો સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક લિફ્ટ તૂટીને નીચે પડી. જેમાં કામ કરી રહેલા મજૂરો પણ ઉપરથી સીધા નીચે પટકાયા હતા. જેમાં સાત મજૂરોના મોત થયા હતા. ઘટના બનતા જ સાઈટ પરથી સુપરવાઈઝર સહિતના લોકો ઓફિસમાં પંખા-લાઈટો ચાલુ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કોઈએ પોલીસ કે ફાયરબ્રિગેડને જાણ કરવાની પણ તસ્દી ન લીધી. જે સ્પષ્ટ પણે ગંભીર બેદરકારી સૂચવે છે. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen + 17 =

હાલોલમાં ધોળા દિવસે આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાયા, લોકોમાં મચી દોડધામ મચી ગઈ અથિયાએ બતાવી લગ્નની વિધિની ઝલક, માના શેટ્ટીના અંદાજ પર ફેન્સ ફિદા થયા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડ ક્રિકેટર અક્ષર પટેલે લગ્ન પહેલા મંગેતરને આપી ખાસ ગિફ્ટ ભૂકંપમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં બનાવવામાં આવેલ સ્મૃતિવનમાં 4માસમાંજ 2,80,000 થી વધુ મુલાકાતી પહોંચ્યાં નવું સંસદ ભવન અંદરથી આવું ભવ્ય દેખાશે, સામે આવ્યો ફર્સ્ટ લૂક પક્ષ વિરોધી કામ કરતા 33 નેતાઓને કોંગ્રેસે 6 વર્ષ માટે ઘર ભેગા કરી દીધા અનંત અંબાણી-રાધિકાની સગાઈમાં પહોંચ્યો સલમાન, Ex ગર્લફ્રેન્ડ્સ પણ દેખાઈ દાંડી થી દિલ્હી સુધીની એનસીસી મોટરસાયકલ રેલીને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું અનંત અંબાણીની પત્ની રાધિકાની મહેંદી સેરેમનની તસવીરો, આલિયાના ગીત પર કર્યો ડાંસ આ છે ગુજરાતમાં આવેલું અનોખું ભૂતનું મંદિર, નૈવેદ્યમાં સિગારેટ ધરાવાય છે