યોગી આદિત્યનાથે ગોધરામાં કાર સેવકોના બલિદાનની યાદ અપાવી રામ મંદિર વિશે શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે છેલ્લી ઘડી સુધી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા હવે નેતાઓ બીજા તબક્કાની બેઠકો પર પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગઈકાલે ગોધરામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા અને તેમણે જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે ફરીથી 2002ના ગોધરા હત્યાકાંડ અને કાર સેવકોની વાત ઉઠાવી હતી.

2002માં ગોધરામાં સંકલ્પ અને હવે રામ મંદિરનું નિર્માણ
યોગી આદિત્યનાથે કહ્યું કે, 2002માં ગોધરામાં સંકલ્પ અને હવે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ગોધરાના રામ ભક્તો પ્રત્યે આ સન્માનનો ભાવ છે. યાદ કરો 20 વર્ષ પહેલા રામ ભક્તોએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું. આજે PM મોદીનું જે પ્રકારનું શુભ નેતૃત્વ મળી રહ્યુ છે, તેનું જ પરિણામ છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર ભારતની આસ્થાનું સન્માન છે, ગોધરાના રામ ભક્તો પ્રત્યે સમાનનો ભાવ પણ છે.

ગોધરામાં કરી રામ મંદિરની વાત
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશીમાં કાશી વિશ્વનાથનું નિર્માણ, ઉજ્જૈનમાં મહાકાલ મહલોનું નિર્માણ, કેદારપુરી અને બદ્રિનાથ ધામના પુનરોદ્ધારનું નિર્માણ, આ તમામ કાર્યો સંપન્ન થઈ રહ્યા છે અને સંકટના સમયે દેશના નાગરિકો સાથે કેવી રીતે ઊભા રહેવું અહીં પણ કોરોના વાયરસ માટે ઉદાહરણ છે. આજે હું ખાસ ગોધરા આવ્યો છું અને તમને બધાને અપીલ કરું છું કે ગોધરા પરિવર્તન કરે છે અને ગોધરામાં જ્યારે એક સંકલ્પ લઈ લીધો ત્યારે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું અને આગામી વર્ષના અંત સુધીમાં ભગવાન રામના મંદિરનું ભવ્ય નિર્માણ થઈ જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT