વિશ્વનો સૌથી સસ્તો 4G ફોન, 999 રૂપિયામાં ફોન સાથે બધુ જ અનલિમિટેડ

ADVERTISEMENT

Jio Bharat V2
Jio Bharat V2
social share
google news

Reliance Jio એ ભારતમાં સૌથી સસ્તો 4G ફોન Jio Bharat V2 લોન્ચ કરીને બજારમાં તહેલકા મચાવી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, Jio Bharat V2 ની કિંમત માત્ર 999 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે, જિયો ભારત વી2ના દમ પર કંપની 10 કરોડથી વધારે ગ્રાહકોને જોડશે. 999 રૂપિયાના આ ફોનનો મંથલી પ્લાન પણ ખુબ જ સસ્તો છે. ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાન માટે માત્ર 123 રૂપિયા ચુકવવા પડશે.

આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 14 જીડી ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલ મળશે. તેના વાર્ષિક પ્લાનની કિંમત 1234 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે, 25 કરોડ 2જી ગ્રાહકોને 4જીમાં લાવવા માટે જિયો ભારત પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ બીજી કંપનીઓ પણ 4 જી ફોન બનાવવા માટે કરી શકશે. કાર્બને તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. નિષ્ણાંતો આશા વ્યક્ત કરી રહ્યા છે કે, 2જી ફિચર ફોનની જગ્યા જલદી 4જી ભારત સીરીઝના મોબાઇલ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંપની 2018 માં પણ જિયોફોન લઇને આવી હતી. જેને 13 કરોડથી વધારે ગ્રાહકો ઉપયોગ કરી શકે છે.

કંપનીનું કહેવું છે કે, જીયો ભારત વી2 4જીનો ફોન છે અને આ સંપુર્ણ રીતે ભારતમાં બનેલો છે. તેનું વજન માત્ર 71 ગ્રામ છે. તેમાં એચડી વોઇસ કોલિંગ, એફએમ રેડિયો, 128 જીડીનું એસડી મેમરી કાર્ડ જેવા ફીચર મળે છે. મોબાઇલમાં 4.5 સેમીની ટીએફટી સ્ક્રીન, 0.3 મેગાપિક્સલનો કેમેરો, 1000 mAh ની બેટરી, 3.5 એમએમનો હેડફોન જૈક, પાવરફુલ લાઉડ સ્પીકર અને ટોર્ચ પણ મળે છે.

ADVERTISEMENT

જિયો ભારત ન2 મોબાઇલના ગ્રાહકોને જિયોસિનેમાં સબ્સ્ક્રિપ્શનની સાથે જિયો સાવનના 8 કરોડ ગીતનું એક્સેસ મળશે. ગ્રાહકો જિયો પે દ્વારા યુપીઆઇ પેમેન્ટ પણ કરી શકશે. કંપનીનું કહેવું છે કે, જિયો ભારત V2 22 ભારતીય ભાષાઓમાં કામ કરે છે.

    follow whatsapp

    ADVERTISEMENT