Lok Sabha Election: ભાજપમાંથી ચૂંટણી લડશે Sonu sood!, આ બેઠક પરથી BJP ઉતારી શકે છે મેદાનમાં
Lok Sabha Election: લોકસભાની ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ દિલ્હીની 7માંથી 5 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
દિલ્હીની 7માંથી 5 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત
દિલ્હીની બે બેઠકોને લઈને અટકળો તેજ થઈ ગઈ
ભાજપ અભિનેતા સોનુ સૂદને લઈ ચાલી રહી છે ચર્ચા
Lok Sabha Election: લોકસભાની ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ દિલ્હીની 7માંથી 5 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં દિલ્હીની બાકીની બે બેઠકોને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. આ રેસમાં ઘણા દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અભિનેતા સોનુ સૂદને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
બે સીટો પર ઘણા દિગ્ગજો રેસમાં
વાસ્તવમાં ભાજપે હજુ સુધી પૂર્વ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હી માટે ઉમેદવારોની જાહેરાત કરી નથી. 'આજ તક'એ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ભાજપ કોઈ સ્થાનિક નેતાને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપે આ માટે સર્વે પણ કર્યો છે. આ સીટ પરથી કર્મ સિંહ કર્મા, દુષ્યંત ગૌતમ અને યોગેન્દ્ર ચંદૌલિયા રેસમાં છે. તમને જણાવી દઈએ કે યોગેન્દ્ર દિલ્હીના મેયર રહી ચૂક્યા છે. જ્યારે દુષ્યંત રાષ્ટ્રીય મહાસચિવ છે. જો પૂર્વ દિલ્હી સીટની વાત કરીએ તો હર્ષ મલ્હોત્રા અને વિરેન્દ્ર સચદેવાના નામ રેસમાં છે.
શું સોનુ સૂદને ભાજપ આપશે ટિકિટ?
સૂત્રોને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે, ભાજપ જાણીતા અભિનેતા સોનુ સૂદને ઉત્તર પશ્ચિમ દિલ્હી બેઠક પરથી ટિકિટ આપી શકે છે. હાલમાં આ બેઠક પરથી ભાજપના હંસ રાજ હંસ સાંસદ છે. ભાજપના સર્વેમાં જાણવા મળ્યું છે કે સ્થાનિક લોકો તેમના કામથી નાખુશ છે. આવી સ્થિતિમાં અટકળોનું બજાર ગરમાયું છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારી દરમિયાન સોનુ સૂદે સામાન્ય લોકોની ઘણી મદદ કરી હતી.
ADVERTISEMENT
મનોજ તિવારી થયા છે રિપીટ
ભાજપે 2 માર્ચે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કુલ 195 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. ભાજપે 5માંથી 4 સાંસદોની ટિકિટ કાપી નાખી છે. માત્ર ઉત્તર પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીને ફરી ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે રાજકારણને અલવિદા કહી દીધું છે. તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં ભાજપ બાકીની બે બેઠકો પર કોને મેદાનમાં ઉતારશે તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT