ગુજરાતના રાજકારણમાં આદિવાસી વોટબેંકનું મહત્વ કેટલું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ત્રણ જેટલી યાત્રાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેનાથી ભાજપ લગભગ 144 જેટલી બેઠકોના મતદારો સુધી પહોંચવાનો અંદાજ લગાવી રહ્યું છે. તેમાં આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉનાઈ માતાથી ફાગવેલ સુધી ગુજરાત ગૌરવ યાત્રા અને ઉનાઈ માતાથી અંબાજી સુધી ‘બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’ને શરૂ કરાવી રહ્યા છે. બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાથી ભાજપ ગુજરાતના આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતા વિસ્તાર પર પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના રાજકારણમાં આદિવાસી વોટબેંક અને બિરસા મુંડાનું નામ કેટલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કોંગ્રેસના ગઢમાં ભાજપનો ગાબડું પાડવાનો પ્રયાસ
ગુજરાતની ચૂંટણીમાં આદિવાસી બેલ્ટ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીંથી કોંગ્રેસને છેલ્લી ત્રણેય ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મળી હતી. ભાજપનો આ ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એવામાં આદિવાસી બેઠકો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા ઉનાઈથી અંબાજી સુધીની યાત્રા દ્વારા કોંગ્રેસના ગઢમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી આદિવાસી મતદારો સુધી પોતાની પકડ બનાવી શકે.

ગુજરાતમાં 27 બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ
ગુજરાત વિધાનસભાની આપણે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં 182 સીટોમાંથી આદિવાસીઓની 27 બેઠક છે. આ બેઠકમાં 2007માં કોંગ્રેસે 27માંથી 14 સીટો પ્રાપ્ત કરી હતી. 2012ની ચૂંટણીમાં 16 સીટો પ્રાપ્ત કરી હતી અને 2017ની વાત કરીએ તો કોંગ્રેસ તે વખતે પણ અહીંથી 14 સીટો જીતી હતી અને ભાજપને 9 સીટો જ મળી શકી હતી. જ્યારે બીટીપીના ઉમેદવારોને 2 અને અન્ય ઉમેદવારોને 2 સીટો મળી હતી.

ADVERTISEMENT

આ જિલ્લાઓમાં આદિવાસીઓ સમાજનું પ્રભુત્વ
કુલ વોટ 15 ટકા આદિવાસી વોટબેંક ગુજરાતમાં છે. તેમનું સમર્થન મેળવવામાં ભાજપ કોઈ કસર છોડવા નથી માગતી. ભરુચ,નર્મદા જિલ્લામાં બીટીપીના ઘણા નેતાઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત જિલ્લામાં આદિવાસી સમાજનું સારું એવું પ્રભુત્વ છે. એવામાં ચૂંટણી પહેલા ભાજપની નજર આ જિલ્લાની બેઠકો જીતવા પર છે. આગામી 19 અને 20 ઓક્ટોબરે પ્રધાનમંત્રી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ છોટાઉદેપુરમાં જનસભાને સંબોધી શકે છે.

કોણ છે બિરસા મુંડા?
બ્રિટિશ શાસન વિરુદ્ધ આદિવાસી આંદોલનના લોકનાયક બિરસા મુંડા હતા. મુંડા જાતિના લોકગીતોમાં અમર બિરસાને આજે ભગવાન ધરતી અબ્બા (Dharti Abba) જયંતિ તરીકે યાદ કરવામાં આવે છે. બિરસા મુંડા માત્ર 25 વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા. રાષ્ટ્રીય આંદોલન પર તેમના પ્રભાવને જોતાં 2000માં તેમની જયંતિ પર ઝારખંડ રાજ્ય બનાવવામાં આવ્યું હતું. બિરસા મુંડાનો જન્મ 1875માં છોટાનાગપુરમાં થયો હતો જે આજ ઝારખંડનો એક જિલ્લો છે. 25 વર્ષના તેમના જીવનની કહાણી સંઘર્ષભરી હતી. બિરસાએ સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું.અને બાદમાં તેઓ ચાઈબાસાની અંગ્રેજી માધ્યમ સ્કૂલમં અભ્યાસ માટે ગયા.

ADVERTISEMENT

એક સામાન્ય પરિવારમાંથી આવતાં બિરસા હવે આદિવાસીઓના નાયક બની ગયા હતા. બાળપણમાં જંગલમાં ઘેટા-બકરા ચરાવતા બિરસા હવે અંગ્રજોના દાંત ખાટા કરી રહ્યા હતા.1890થી1900 દરમિયાન અંગ્રેજો અને બિરસા વચ્ચે અનેક લડાઇઓ થઈ. બિરસા અને તેમના સાથીઓએ અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો.અંગ્રેજોની ગોળીઓ સામે બિરસાની સેનાના તીર કામઠા ભારે પડી રહ્યા હતા. આદિવાસીઓ બિરસાને ભગવાનની જેમ પૂજે છે. ભારતીય સેના પણ આદિવાસીઓના આ મહાન સપૂતને વંદન કરે છે અને બિહાર રેજિમેન્ટમાં પ્રથમ જય બજરંગ બલી અને પછી બિરસા મુંડાની જય બોલાવાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT