ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 ટાઈ કેમ થઈ? જાણો સુપર ઓવર કેમ ન રમાઈ…
નેપિયરઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નેપિયર ખાતે રમાયેલી ત્રીજી T20 મેચ ટાઈ રહી છે. ધોધમાર વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. પરંતુ અમ્પાયરે ત્યારપછી વાતાવરણની…
ADVERTISEMENT
નેપિયરઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નેપિયર ખાતે રમાયેલી ત્રીજી T20 મેચ ટાઈ રહી છે. ધોધમાર વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. પરંતુ અમ્પાયરે ત્યારપછી વાતાવરણની સ્થિતિને જોતા મેચ ટાઈ રહેશે એવો નિર્ણય કર્યો હતો. તેવામાં હવે આ મેચમાં પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં 160 રનના સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે બીજી બાજુ ભારતીય ટીમે 161ના ટાર્ગેટ ચેઝ દરમિયાન 9 ઓવરમાં 4 વિકેટના નુકસાને 75 રન કર્યા હતા. તેવામાં હવે આ મેચ ટાઈ કેમ થઈ એના વિશે જાણીએ…
મેચ ટાઈ કેમ થઈ, સુપર ઓવર કેમ ન રમાઈ?
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ સારી પકડ જમાવીને બેઠી હતી. શરૂઆતમાં અને વચ્ચે બેક ટુ બેક વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક પંડ્યા અને દીપક હુડાની જોડી બાજી પલટી શકવા સક્ષમ હતી. બંને ખેલાડી સારી લયમાં જોવા મળ્યા હતા. પરંતુ ત્યારે ધોધમાર વરસાદ ખાબકતા બાજી પલટાઈ ગઈ હતી.
ADVERTISEMENT
ICCના નિયમો પ્રમાણે 5-5કે વધુ ઓવર સુધી જો ગેમ રમાઈ ચૂકી હોય તો ડકવર્થ લુઈસ સિસ્ટમ લાગૂ થઈ જાય છે. અહીં આ ગેમમાં પણ એવું જ થયું. DLS મેથડ લાગુ થઈ ત્યારે ચાર્ટ પ્રમાણે ભારતે 75 રન કરવાની જરૂર હતી. ટીમે આટલા રન કરી લીધા હતા. તેવામાં અંતિમ નિર્ણય અમ્પાયર્સે લેવાનો હતો જેથી તેમણે આ મેચને ટાઈ જાહેર કરી દીધી હતી.
જાણો સુપર ઓવર કેમ ન રમાઈ..
અમ્પાયર્સે આગામી વાતાવરણની સ્થિતિનું અવલોકન કર્યું હતું. તેમના મત મુજબ પિચ કંડિશન અને વરસાદી માહોલને જોતા મેચ આગળ રમાય તેમ લાગી રહ્યું નહોતું. તેવામાં ભલે મેચ તેમણે ટાઈ જાહેર કરી લીધી હતી પરંતુ જ્યારે DLS પર મેચ ટાઈ થાય ત્યારે સુપર ઓવરનો સવાલ જ નથી આવતો. એ રમાતી નથી એટલે ભારતની આ મેચ ટાઈ જાહેર થઈ. તથા આની સાથે ઈન્ડિયન ટીમે આ 3 મેચની T20 સિરીઝ 1-0થી પોતાને નામ કરી લીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વરસાદ બન્યો સમગ્ર સિરીઝનો વિલન…
ઉલ્લેખનીય છે કે પહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. એ મેચમાં તો ટોસ પણ થઈ શક્યો નહોતો. વળી બીજી મેચને ભારતીય ટીમે 65 રનથી જીતી લીધી હતી. હવે વરસાદના કારણે ત્રીજી મેચ ટાઈ થઈ ગઈ છે. આ દરમિયાન ઈન્ડિયન ટીમે ન્યૂઝીલેન્ડને તેમના ઘરમાં જ સતત બીજી T20 સિરીઝ જીતી લીધી છે. આની પહેલા 2020માં ભારતે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ન્યૂઝીલેન્ડની ટીમને તેમના ઘરઆંગણે T20 સિરીઝમાં 5-0થી હરાવ્યું હતું.
ત્રીજી T20ના ઈન્ડિયન સ્ટાર…
- અર્શદીપ સિંહે ત્રીજી T20 મેચમાં 4 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 37 રન આપી 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 14 ડોટ બોલ ફેંક્યા હતા.
- મોહમ્મદ સિરાજે આ મેચમાં 4 ઓવરમાં 17 રન આપી 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 14 ડોટ બોલ નાખ્યા હતા.
- રિષભ પંતે આક્રમક બેટિંગ કરી હતી પરંતુ જલદી આઉટ થઈ ગયો. તેણે 5 બોલમાં 11 રન કર્યા. જેમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
- હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ રહી. તેણે 18 બોલમાં 30* રન કર્યા હતા. જેમાં તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
ADVERTISEMENT