શ્રીલંકાને 13 રનની જરૂર હતી, છતાં છેલ્લી ઓવર અક્ષર પટેલ પાસે જ કેમ નખાવી? હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ભારતીય ટીમે વર્ષ 2023માં શાનદાર શરૂઆત કરી છે. વર્ષની પહેલી જ મેચમાં તેણે રોમાંચક જીત હાંસેલ કરી. ભારતીય ટીમે શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સીરીઝની પહેલી મુજબ 2 રનથી જીતી લીધી. આ મેચ મુંબઈમાં રમાઈ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

શ્રીલંકા સામે ભારતનો 2 રને વિજય
મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 162 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા અને અક્ષર પટેલે 35 બોલમાં 68 રનોની પાર્ટનરશીપ કરી હતી, જેણે ભારતીય ટીમને છેલ્લા સારા સ્કોરી સુધી પહોંચાડી. જવાબમાં શ્રીલંકાની ટીમ 160 રન જ બનાવી શકે અને આ મેચ 2 રનથી હારી ગઈ. જોકે બેટિંગ સાથે અક્ષર પટેલે બોલિંગમાં પણ કમાલ કરી. તેણે છેલ્લી ભારતને રોમાંચક જીત આવી.

આ પણ વાંચો: Ind Vs SL 1st T20: છેલ્લી ઓવરના છેલ્લા બોલે ભારતનો રોમાંચક વિજય

ADVERTISEMENT

અક્ષર પટેલને કેમ આપી છેલ્લી ઓવર?
શ્રીલંકાને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી, ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલ પર ભરોસો મૂક્યો. કેપ્ટને છેલ્લી ઓવર અક્ષર પટેલને કેમ આપી તેનો પણ ખુલાસો કર્યો. હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું, હું મારી ટીમને જાણી જોઈને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકવા માગું છું. કારણ કે તેનાથી અમને મોટી મેચોમાં વધુ મુશ્કેલ સ્થિતિમાં ખૂબ મદદ મળશે. દ્વીપક્ષીય સીરીઝમાં અમે ખૂબ સારું કરીએ છીએ. અમે આગળ પણ આ પ્રકારના પડકારો આપવા જઈ રહ્યા છે.

ADVERTISEMENT

પોતાની બોલિંગ પર કામ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા
હાર્દિકે કહ્યું, ઈમાનદારીથી કહું તો બધા યુવા છોકરાઓએ મુશ્કેલ પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું છે. અમારા વચ્ચે સામાન્ય વાત થઈ હતી. મેં તેને (શિવમ માવી) આઈપીએલમાં બોલિંગ કરતા જોયો છે, હું તેની તાકાત જાણતો હતો. મેં તેને કહ્યું હતું કે આરામથી બોલિંગ કરે, મોટી હિટ વાગે તો તેની ચિંતા ન કરે. હું મારી સ્વિંગ બોલિંગ પર પણ ખૂબ કામ કરી રહ્યો છું. મને ઈનસ્વિંગમાં પણ ખૂબ મદદ મળી રહી છે. હું નેટ્સમાં આકરી પ્રેક્ટિસ કરી રહ્યો છું. મને નવા બોલથી બોલિંગ કરવી પસંદ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT