વિધાનસભા અધ્યક્ષ બનવા કેમ પક્ષમાંથી આપવું પડે છે રાજીનામું? શું છે નિયમો અને સવલતો
અમદાવાદ: આજે ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ ચૂક્યું છે ત્યારે 15 મી વિધાનસભા માટે આજે અધ્યક્ષની પસંદગઈ કરવામાં આવી છે. શંકર ચૌધરીને આજે વિધાનસભાના અધ્યક્ષ…
ADVERTISEMENT
અમદાવાદ: આજે ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ ચૂક્યું છે ત્યારે 15 મી વિધાનસભા માટે આજે અધ્યક્ષની પસંદગઈ કરવામાં આવી છે. શંકર ચૌધરીને આજે વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ હોદ્દાનો મોભો કઈક અલગ જ છે. વિધાનસભાના અધ્યક્ષને અનેક સવલતો અને અધિકાર મળે છે. આ ઉપરાંત આ પદ ક્યારે પણ ખાલી રહેતુ નથી. અધ્યક્ષ બનતાજ પક્ષમાંથી આપવું પડે છે રાજીનામું.
બંધારણના અનુછેદ 178માં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક માટેની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગઈ વિધાનસભા ગૃહના સભ્યો દ્વારા કરવામાં આવે છે. અધ્યક્ષનું પદ ખાલી રહેતું નથી જ્યારે પણ આ પદ ખાલી થાય ત્યારે ઉપાધ્યક્ષ તેની ફરફ બજાવે છે.
પગાર
વિધાનસભા અધ્યક્ષનો પગાર રાજ્યની સંચિતનિધિ પર ભારિત હોય છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો પગાર રાજ્યના વિધાનમંડળ દ્વારા કાયદાથી નક્કી કરવામાં આવે છે. કેબિનેટ ,મંત્રીને મળતા પગાર જેટલો વિધાનસભાના અધ્યક્ષનો પગાર હોય છે.
ADVERTISEMENT
અધ્યક્ષનું પદ ખાલી રહેતું નથી
લોકસભા કે વિધાનસભાનું વિસર્જન થાય ત્યારે અધ્યક્ષે પોતાનું પદ ખાલી કરવાનું રહેતું નથી. નવી લોકસભા કે વિધાનસભાનું પ્રથમ સત્ર આરંભાય ત્યાં સુધી અધ્યક્ષનું પદ ચાલુ રહે છે.
લાયકાત
અધ્યક્ષપદે કાયદાના સ્નાતક હોય તેવું આવશ્યક નથી. આ પદ માટે સામાન્યત: રાજકર્તા પક્ષમાંની પ્રશાંત અને પીઢ વ્યક્તિની મોટેભાગે પસંદગી થાય છે.
ADVERTISEMENT
અધ્યક્ષ પદનો ઉદય
અધ્યક્ષપદનો ઉદગમ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં ઈ. સ. 1377માં થયો હતો. ટૉમસ હંગરફર્ડ આમસભાના પ્રથમ અધ્યક્ષ (speaker) થયા. તે ‘સ્પીકર’ કહેવાયા, કારણ કે સૈકાઓ પહેલાં તે રાજા પાસે જતા અને રાજાનો સંદેશો ગૃહના સભ્યોને કહેતા. તેમ ગૃહના નિર્ણય પછી તે રાજાને કહેતા.
ADVERTISEMENT
સત્તા
અધ્યક્ષની મુખ્ય ફરજ ગૃહનું સંચાલન કરવાની છે. આ સંચાલન દેશના બંધારણ, રાજ્યની વિધાનસભાના નિયમો તેમજ સંસદીય પ્રણાલી મુજબ કરવાનું હોય છે. ગૃહમાં વ્યવસ્થા જાળવવી તે તેમનું કર્તવ્ય હોય છે. તેઓ ગૃહના વડા છે. પ્રથમ પ્રતિનિધિ છે તે સાથે તેના સેવક છે. અધ્યક્ષ હેઠળનું વહીવટી ખાતું બંધારણ મુજબ એક સ્વતંત્ર સચિવાલય તરીકે રહે છે એટલું જ નહિ, પણ ગૃહના મકાનના કેટલાક ભાગની સર્વ હકૂમત અધ્યક્ષ હેઠળ હોય છે. તેમાં રાજ્યની કે અન્ય કોઈની સત્તા નથી. ગૃહનું રક્ષકદળ અધ્યક્ષ હેઠળ હોય છે. અંદાજપત્ર, વિધેયકોની ચર્ચા, તેની મંજૂરી-નામંજૂરી, મત લેવા તેમજ પ્રસ્તાવો તથા સંકલ્પોની ચર્ચા – આ બધું તેમના નિયંત્રણ હેઠળ રહે છે. અધ્યક્ષ નક્કી કરે અને જેનું નામ બોલે તે જ સભ્ય ગૃહમાં બોલી શકે છે.
ગૃહના પ્રવચનો અધ્યક્ષને સંબોધી ને થાય છે
ગૃહમાં કરવામાં આવતાં બધાં જ પ્રવચનો સભ્યશ્રીઓએ અધ્યક્ષને સંબોધીને કરવાનાં હોય છે અને અધ્યક્ષની આમન્યા સંપૂર્ણપણે જાળવવાની હોય છે. સભ્યો તેમનાં સંબોધનો ‘માનનીય અધ્યક્ષશ્રી’ એમ કહીને કરે તેવી પ્રણાલી છે. અધ્યક્ષ ઊભા થાય કે ઊભા હોય ત્યારે કોઈ પણ સભ્ય ઊભા થઈ શકતા નથી અને જો સભ્યો ઊભા હોય તો બેસી જવું પડે છે.
અધ્યક્ષ બનતા જ રાજીનામું આપવું પડે છે
ચૂંટાયા પછી અધ્યક્ષને પક્ષમાં નિષ્ક્રિય બનવું પડે છે. અધ્યક્ષપદ મેળવ્યા પછી પોતાના પક્ષમાંથી રાજીનામું આપ્યાનાં દૃષ્ટાંત છે. અધ્યક્ષ પક્ષમાં સભ્ય તરીકે ચાલુ રહી શકે છે, પણ જાહેર રીતે સક્રિય ન રહે કે પક્ષની સભાઓમાં હાજર ન રહે તે જરૂરી છે. અધ્યક્ષ વાદવિવાદથી પર રહે તે ગૃહના વડા છે. સભાગૃહમાં જ નહિ, પણ ગૃહની બહાર પણ તેનું વર્તન વાદવિવાદથી પર અને મોભાદાર રહેવું જોઈએ.
ADVERTISEMENT