રવીન્દ્ર જાડેજાએ કેમ કહ્યું ગુજરાતીઓ સમય છે સમજી જાઓ? બાલ ઠાકરેનો વીડિયો શેર કરી કહ્યું..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે હવે ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પણ ભાજપના ઉમેદવાર તરીકે પસંદ થયા છે. આ દરમિયાન રિવાબાની સહાય માટે તથા ભાજપના પ્રચારમાં ઘણી વાર જાડેજા પણ ચૂંટણી મેદાનમાં જોવા મળ્યો છે. ત્યારે બાલ ઠાકરેનો એક વીડિયો શેર કરીને જાડેજાએ લખ્યું છે કે અત્યારે પણ સમય છે સમજી જજો ગુજરાતીઓ. તો ચલો આ સમગ્ર વીડિયા પર નજર કરીએ…

રવીન્દ્ર જાડેજાએ ટ્વીટ કરી કહ્યું…
ગુજરાતમાં પ્રાથમિક તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. એના ગણતરીના કલાકો પહેલા રવીન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે અત્યારે પણ સમય છે સમજી જજો ગુજરાતીઓ. ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં બાલ ઠાકરે બોલી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત પણ ગયું. આ અંગે જાડેજાએ લોકોને સમજાવતો વીડિયો શેર કર્યો છે. તેમણે આડકતરી રીતે ભાજપને સમર્થન આપવા સંકેત આપ્યો છે.

ADVERTISEMENT

જાડેજા સતત એક્ટિવ….
બીજી બાજુ રવીન્દ્ર જાડેજા ઈન્જરીના કારણે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર જઈ શક્યા નહોતા. તે એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારપછી તે ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2022માંથી પણ બહાર થઈ ગયા હતા. વળી ચૂંટણીની જોવાજેવી વાત એ છે કે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને તેમના પિતા કોંગ્રેસ સાથે જોડાયેલા છે. બંનેએ કોંગ્રેસ માટે ખૂબ પ્રચાર કર્યો છે. ત્યારે બીજીબાજુ રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપના ઉમેદવાર છે. તેથી અવારનવાર રવીન્દ્ર જાડેજા પોતાના પત્નીને મદદ કરતા આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT