CM ભૂપેન્દ્ર પટેલે કેમ ટાઈમ ટેબલ બનાવ્યું? જાણો કયા નવા નિયમો મૂક્યા…
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતી પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપર એક્ટિવ થઈ ગયા છે. તેઓ સતત મંત્રીઓના કામગીરીની દેખરેખ રાખવાની સાથે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતા…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતી પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપર એક્ટિવ થઈ ગયા છે. તેઓ સતત મંત્રીઓના કામગીરીની દેખરેખ રાખવાની સાથે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતા પણ નજરે પડ્યા છે. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક ટાઈમ ટેબલ પણ બનાવ્યું છે. જેમાં અલગ અલગ નિયમો તેમણે રાખ્યા છે. તો ચલો આના પર વિગતવાર નજર કરીએ…
નવા નિયમોનું ગણિત જાણો…
મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવા આવતા મંત્રીઓ અને લોકો માટે પણ ચુસ્ત નિયમો બનાવાયા છે. નોંધનીય છે કે અગાઉ મોટી સંખ્યામાં મંત્રીઓ અને મુલાકાતીઓ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. જેના કારણે તેમને કામમાં અવરોધ થયો હતો. આ તમામ પાસાઓ પર નજર કરીએ તો તેમણે કડક નિયમો બનાવ્યા છે.
હવે મુલાકાત પહેલા રજૂઆત કરવી પડશે..
નોંધનીય છે કે અગાઉ મંત્રીઓ સીધા મુખ્યમંત્રીને મળી શકતા હતા. પરંતુ આના કારણે તેમના કામમાં ઘણીવાર બાધા ઉત્પન્ન થતી હતી. આને જોઈને હવે તેમણે નિયમોમાં ફેરફાર કર્યા છે અને હવે સીધા મુખ્યમંત્રીને મળવાને બદલે રજૂઆત કરવા ટકોર કરાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT