Bageshwar Dham: કોણ છે લોકોના મનની વાતો જાણી લેનારા ધીરેન્દ્ર શાસ્ત્રી? કેવી રીતે આવ્યા વિવાદમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામ સરકાર પં. ધીરેન્દ્ર શાસ્ત્રી આજકાલ ચર્ચામાં છે. આ ચર્ચા નાગપુરથી શરૂ થઈ, જ્યારે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લાગ્યો. અંધશ્રદ્ધા નિવારણ સમિતિએ કહ્યું કે, જ્યારે બાગેશ્વર ધામ સરકારને ચમત્કાર સાબિત કરવા માટે પડકાર આપવામાં આવ્યો તો તેઓ કથા અધવચ્ચેથી છોડીને જતા રહ્યા. આ બાદ પં. ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું અને તેમણે પડકાર આપનારા લોકોને રાયપુરમાં બોલાવ્યા જ્યાં તેમની રામકથા ચાલી રહી છે. આ સાથે તેમણે મીડિયાકર્મીઓ સામે પણ ચમત્કાર કરવાનો દાવો કર્યો.

ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કહેવાય છે કે તેઓ લોકોના મનની વાતો પણ જાણી લે છે. આટલું જ નહીં શાસ્ત્રી દરબારમાં આવેલા વ્યક્તિનો મોબાઈલ નંબર અને ઘરમાં મૂકેલી વસ્તુઓ વિશે પણ જણાવી દે છે. જેને લઈને જ અંધશ્રદ્ધા નિવારણ સમિતીએ તેમને પકડાર ફેંક્યો હતો.

શું છે બાગેશ્વર ધામનો વિવાદ?
બાગેશ્વર ધામ સરકાર પં. ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા દરમિયાન લોકોની સમસ્યાઓ સાંભળવા અને તેનું સમાધાન કરવાનો દાવો કરવામાં આવે છે. કહેવાય છે કે, ભૂત, પ્રેતથી લઈને બીમારી સુધીની સારવાર બાબાની કથામાં થાય છે. બાબાના સમર્થક દાવો કહે છે કે બાગેશ્વર ધામ સરકાર વ્યક્તિને જોતા જ તેની દરેક પરેશાની જાણી લે છે અને તેનું સમાધાન કરે છે. જ્યારે બાગેશ્વર ધામ સરકારનું કહેવું છે કે તે લોકોની અરજીઓ ભગવાન (બાલાજી હનુમાન) સુધી પહોંચાડવાનો રસ્તો છે. જેને ભગવાન સાંભળીને સમાધાન આપ છે. આ જ દાવાઓને નાગપૂરની અંધશ્રદ્ધા નિવારણ સમિતિએ પડકાર્યા હતા. અહીંથી જ વિવાદની શરૂઆત થઈ.

ADVERTISEMENT

કોણ છે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
હાલમાં બાગેશ્વર ધામની જવાબદારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે છે. તેમનો જન્મ 1996માં મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના ગડાગંજ ગામમાં થયો હતો. તેમનો સમગ્ર પરિવાર હાલમાં ગડાગંજમાં રહે છે. પં. ધીરેન્દ્ર શાસ્ત્રના દાદા પં. ભગવાન દાસ ગર્ગ પણ આ મંદિરના પૂજારી હતા. કહેવાય છે કે પં. ધીરેન્દ્રનું બાળપણ ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થયું. તેઓ નાના હતા ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમને એક સમયનું જ ભોજન મળતું હતું. પં. ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતાનું નામ રામકૃપાલ ગર્ગ અને માતા સરોજ ગર્ગ છે. ધીરેન્દ્રના નાના ભાઈ શાલિગ્રામ ગર્ગ પણ મહારાજ છે. તે પણ બાલાજી બાગેશ્વર ધામને સમર્પિત છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ 11 વર્ષની ઉંમરથી જ બાલાજી બાગેશ્વર ધામમાં પૂજા પાઠ શરૂ કરી દીધો હતો.

ગદા કેમ સાથે રાખે છે બાગેશ્વર બાબા?
બાગેશ્વર ધામના પ્રમુખ પં. ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા એક નાની ગદા સાથે રાખે છે. તેમનું કહેવું છે કે તેનાથી તેમને હનુમાનજીની શક્તિઓ મળી છે. તેઓ હનુમાનજીની આરાધના કરવા માટે લોકોને પ્રેરિત કરે છે. પં. ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે તે કોઈ પ્રકારનો ચમત્કાર નથી કરતા. તે માત્ર બાલાજી હનુમાનજી સામે લોકોની અરજીઓ મૂકે છે. જેને બાલાજી સ્વીકારી લે છે અને લોકોને ફાયદો થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT