કોણ છે આકાશ માધવાલ? એન્જિનિયરિંગ બાદ ક્રિકેટ રમવાની શરૂઆત કરી, પંત સાથે છે ખાસ કનેક્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ચૈન્નાઈ: IPLના ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે 16મી સિઝનની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી છે. મુંબઈની આ મોટી જીતમાં ફાસ્ટ બોલર આકાશ મધવાલનું સૌથી મોટું યોગદાન હતું. મધવાલે આ મેચમાં IPL પ્લેઓફના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આકાશે 3.3 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. મેદાન પર આકાશ માધવાલના તરખાટમાં લખનૌની ટીમના બેટ્સમેન એક બાદ એક ક્રિઝ પર આવતા જ આઉટ થઈને પાછા જતા હતા. મેચ બાદથી જ આકાશ માધવાલની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે આવો જાણીએ કોણ છે આકાશ માધવાલ અને IPLમાં તેની એન્ટ્રી કેવી રીતે થઈ?

24 વર્ષ સુધી માત્ર ટેનિસ બોલથી ક્રિકેટ રમ્યો
ઉત્તરાખંડના રૂરકી જિલ્લાના રહેવાસી 29 વર્ષીય આકાશ માટે IPL સુધીની સફર એટલી સરળ ન હતી. 25 નવેમ્બર 1993ના રોજ જન્મેલા આકાશના પિતા ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. 24 વર્ષની ઉંમર સુધી આકાશ માધવાલે માત્ર ટેનિસ બોલ પર ક્રિકેટ રમી છે. વસીમ જાફર માધવાલના ક્રિકેટ કરિયર માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યા. ઉત્તરાખંડ માટે કોચિંગ કરતા જાફરની નજર આ ખેલાડી પર પડી. આ બાદ માધવાલને 2019માં પહેલીવાર ટ્રાયલ માટે લઈ ગયા. ડેબ્યૂ બાદ માધવાલને 2022-23માં વ્હાઈટ-બોલ ક્રિકેટમાં ઉત્તરાખંડના કેપ્ટન પણ બનાવી દેવાયા.

ADVERTISEMENT

રિષભ પંત સાથે છે ખાસ કનેક્શન
આકાશ માધવાલ અને રિષભ પંત બંને કોચ અવતારસિંહની છત્રછાયામાં રમી ચૂક્યા છે. પંત નાની ઉંમરમાં જ દિલ્હી શિફ્ટ થઈ ગયો હતો. જે કારણે આકાશ ઉત્તરાખંડ તરફથી IPLમાં રમનારો પહેલો ક્રિકેટર બની ગયો છે. તે રૂડકીના ઢંડેરા વિસ્તારમાંથી આવે છે. રિષભ પંતના ઘરની સામે જ આકાશનું ઘર આવેલું છે અને બંને પડોસી છે.

IPLમાં પણ લક બાય ચાન્સ એન્ટ્રી
ઇજાગ્રસ્ત સૂર્યકુમાર યાદવના સ્થાને આકાશ મધવાલને ગત સિઝન એટલે કે 2022માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ એક પણ મેચ રમવાની તક મળી નહોતી. આ વખતે તેને ટીમે 20 લાખની મૂળ કિંમતમાં રીટેન કર્યો હતો. જસપ્રિત બુમરાહ અને જોફ્રા આર્ચર જેવા અનુભવીઓની ગેરહાજરીમાં આ ક્રિકેટર હવે ધમાલ મચાવી રહ્યો છે. તેને સોશિયલ મીડિયા પર મુંબઈનો આગામી બુમરાહ કહેવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

પ્લેઓફમાં ઈતિહાસ રચાયો
આકાશ મધવાલ લખનૌ સુપરજાયન્ટ્સ સામે પોતાનો પંજો ખોલીને IPL પ્લેઓફમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. આકાશે તેની ઇનિંગની બીજી અને પહેલી જ ઓવરમાં પ્રેરક માંકડને આઉટ કરીને પ્રથમ પ્રહાર કર્યો. 10મી ઓવરમાં સુકાની રોહિત શર્માએ ફરી માધવાલને ઓવર આપી. આ વખતે તેણે આયુષ બદોની અને ત્યારપછીના ફોર્મમાં રહેલા બેટ્સમેન નિકોલસ પૂરનને સતત બે બોલમાં આઉટ કરીને લખનૌને મુશ્કેલીમાં મૂક્યું હતું. સુપરજાયન્ટ્સે 15મી ઓવરમાં તેમની સદી પૂરી કરી હતી, પરંતુ માધવાલની એ જ ઓવરમાં રવિ બિશ્નોઈ અને બાદમાં મોહસીન ખાનને આઉટ કરીને મુંબઈને બીજા ક્વોલિફાયરમાં સ્થાન અપાવ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT