રિષભ પંતને ICUમાંથી ક્યાં શિફ્ટ કરાયો? જાણો સ્વાસ્થ્ય સંબંધી આવ્યા મોટા સમાચાર…
દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંતની હાલતમાં સતત સુધારો થઈ રહ્યો છે. સોમવારે રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલના ICUમાંથી બહાર ખસેડવામાં આવ્યો છે. તાજેતરની…
ADVERTISEMENT
દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંતની હાલતમાં સતત સુધારો થઈ રહ્યો છે. સોમવારે રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલના ICUમાંથી બહાર ખસેડવામાં આવ્યો છે. તાજેતરની માહિતી અનુસાર, રિષભ પંતને ખાનગી રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્માએ જણાવ્યું કે રિષભ પંતને મોડી સાંજે પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો જેથી તેને ઈન્ફેક્શનનો ખતરો ન રહે.
ખાનગી વોર્ડમાં શિફ્ટ કરાયો
શ્યામ શર્માએ કહ્યું કે થોડો આરામ કર્યા બાદ રિષભ પંતને બહાર શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. બીસીસીઆઈ નક્કી કરશે કે તેને મુંબઈ લઈ જવો કે વિદેશમાં સારવાર કરાવવી. તમને જણાવી દઈએ કે 30 ડિસેમ્બરના દિવસે કાર અકસ્માત બાદ રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હવે ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો.
રિષભની ગાડીનો ગંભીર અકસ્માત
રિષભ પંત દિલ્હીથી રૂરકી જઈ રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના જણાવ્યા અનુસાર, રિષભ પંત ખાડાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
ADVERTISEMENT
રિષભ પંતના અકસ્માત બાદ તેની ક્રિકેટ કારકિર્દી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે તે લગભગ 6 મહિના સુધી ક્રિકેટના મેદાનની બહાર રહી શકે છે. આવી સ્થિતિમાં તે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ અને આઈપીએલમાંથી ખસી શકે છે.
ADVERTISEMENT