જામનગરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે ફ્લાઈટ ઈમરજન્સી લેન્ડિંગ વિશે શું કહ્યું, જાણો વિગતે ઘટનાક્રમ
જામનગરઃ મોડી રાત્રે મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. બોમ્બ હોવાની માહિતી સાથે આને તાત્કાલિક જામનગર ખાતે લેન્ડિંગ કરાવવી પડી હતી.…
ADVERTISEMENT
જામનગરઃ મોડી રાત્રે મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. બોમ્બ હોવાની માહિતી સાથે આને તાત્કાલિક જામનગર ખાતે લેન્ડિંગ કરાવવી પડી હતી. ત્યારપછી સર્ચ ટીમે ફ્લાઈટની તપાસ શરૂ કરી દીધી હતી. તેવામાં આ સમગ્ર ઘટનાક્રમને વિગતવાર જામનગરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાત્રે 9.30ની આસપાસ ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ જામનગર ખાતે કરાવવામાં આવી હતી. આ ફ્લાઈટ મોસ્કોથી ગોવા જઈ રહી હતી.
ડિસ્ટ્રીક્ટ કલેક્ટર સૌરભ પારધીએ જણાવ્યું કે આ ફ્લાઈટમાં 236 પેસેન્જર અને 8 ક્રૂ મેમ્બર હાજર હતા. અહીં પોલીસ સાથે અન્ય સર્ચ એજન્સી હાજર હતી. આની સાથે વિગતવાર આની ચર્ચા કરવામાં આવી હતી. સવાર સુધીમાં દરેકના માલસામાનની ચકાસણી કરવામાં આવી છે. આગળ કાર્યવાહી હાથ ધરી ફ્લાઈટ ઉડાન કરી શકે છે. ફાયર ટીમ, NSG, સ્ટેટ પોલીસ, એર ફોર્સ અન્ય ટીમોએ સાથે મળીને કામ કર્યું છે.
કેટલા વાગ્યે મેઈલ મળ્યો હતો..
તેમણે જણાવ્યું કે સાંજે 9 વાગ્યે મેસેજ હતો એ પ્રમાણે 9.45 આસપાસ કામગીરી હાથ ધરાઈ. રશિયન, ઈન્ટરનેશનલ પેસેન્જર છે. પેસેન્જર પાસેથી કોઈ આપત્તિજનક વસ્તુ મળી નથી. આગામી સિક્યોરિટી ક્લિયરન્સ થઈ જાય એટલે ફ્લાઈટને ઉડાન ભરવા દેવામાં આવશે.
With Input: દર્શન ઠક્કર
ADVERTISEMENT
જામનગરઃ સતત 6 કલાકથી ફ્લાઈટમાં બોમ્બની તપાસ શરૂ, યાત્રિઓના સામાનનું ચેકિંગ યથાવત
ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ ચકચાર મચી ગઈ હતી. જામનગર એરપોર્ટ પર બોમ્બની શોધખોળ તપાસ ચાલુ જ છે. તેને નિષ્ક્રિય કરવા માટે અત્યારે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છેલ્લા 6 કલાકથી સતત એન.એસ.જીનું ઓપરેશન ચાલુ હતું. મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, કારણ કે એમાંથી બોમ્બ હોવાની માહિતી મળી હતી.
ADVERTISEMENT
શેરીમાં રમતી બાળકી પર કૂતરાએ હૂમલો કર્યો, બચાવવા આવેલી મહિલાને પણ ભર્યું બચકું
ADVERTISEMENT
અત્યારે રાજ્યમાં રખડતા ઢોરની સાથે કૂતરાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ગલીના કૂતરાઓ અવાર નવાર નાના બાળકો કે પછી ઉંમરલાયક કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો આજે સુરતની હંસપૂરા સોસાયટીમાં બન્યો છે. એક શેરીના કૂતરાએ નાની બાળકી પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે. અત્યારે બાળકીના ગાલ પર એવું બચકુ કૂતરાએ ભર્યું છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી ગઈ છે.
ADVERTISEMENT