રાહુલ ગાંધી અને નીતિન પટેલ વચ્ચે થઈ વાત? નીતિન પટેલે કહ્યું..

ADVERTISEMENT

nitin patel
nitin patel
social share
google news

સંજય રાઠોડ , સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં સભાઓ ગુંજી રહી છે. એક બાદ એક નેતાઓ વિપક્ષ સામે સવાલો કરી રહ્યા છે. આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન ગઈકાલે સુરતના ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી સભાને સંબોધતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ફાયદો થશે. રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવશે તો બાકી રહેલી કોંગ્રેસનો પણ અંત આવશે. નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધીએ મને કહ્યું કે તેઓ કોંગ્રેસને ખતમ કરી દેશે.

રાહુલ ગાંધી જેટલું બોલશે એટલો ભાજપને ફાયદો
નીતિન પટેલે પોતાના સંબોધનમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસને જલ્દી થી જલ્દી ભારત મુક્ત કરી દે. જેટલું બોલશે ખરાબ બોલશે. ભારત માતાના વિરુદ્ધમાં બોલશે.. હિન્દુત્વના વિરુદ્ધમાં બોલતા રહેશે. જેટલું રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ભાજપને ફાયદો છે. હું રાહુલ ગાંધીને કહીશ કે તમારી ભારત જોડો યાત્રા પૂર્ણ ના કરતાં અને ગુજરાતમાં પણ આવજો. ગુજરાતમાં જે થોડું કોંગ્રેસ બચ્યું છે તે પણ સાફ થઈ જાય. કઈ જ બાકી નહીં રહે.

નીતિન પટેલને રાહુલ ગાંધીએ કહ્યું..
નીતિન પટેલે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધીએ મને કહ્યું હતું કે હું કોંગ્રેસને ખતમ કરીને જ રહીશ.સાચું કહું છું મને કહ્યું હતું. આ ઉપરાંત કહ્યું કે,  વીર સાવરકરનું અપમાન એ પૂરા દેશ નું અપમાન છે. હિન્દુત્વનું અપમાન છે. સાવરકરે હિન્દુત્વ માટે કામ કર્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT