મેઘરાજાનો તોફાની મિજાજ! આગામી 4 દિવસ દરમિયાન આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ચોમાસાની આ સિઝનનો 100 ટકાથી વધુનો વરસાદ ખાબકી ચૂક્યો છે. તેવામાં હવે અમદાવાદ શહેરના વેધર અપડેટ પર વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ચોમાસાની આ સિઝનનો 100 ટકાથી વધુનો વરસાદ ખાબકી ચૂક્યો છે. તેવામાં હવે અમદાવાદ શહેરના વેધર અપડેટ પર વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 24 તથા મહત્તમ 35 સુધી રહેવાની આગાહી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તો અરવલ્લી ખાતે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આની સાથે ગુજરાતના અન્ય વિસ્તારો પૈકી છોટા ઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે.
આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી
નોંધનીય છે કે હજુ સુધી પણ મેઘરાજાએ ગુજરાતમાંથી વિદાય લીધી નથી. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, અમરેલી, ભાવનગર ખાતે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હવે જો વરસાદ આવી રીતે અવિરત પણે પડતો રહ્યો તો ખેડૂતોના પાક પર માઠી અસર પડી શકે છે.
ડબલ સિઝનના કારણે ક્યાંક ગરમી અનુભવાશે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારે ડબલ સિઝનના કારણે ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં ગરમીનો પારો વધી શકે છે. તો બીજી બાજુ ડાંગ અને વલસાડમાં દિવસભર વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જ્યારે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં ભેજયુક્ત વાતાવરણ હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT