Weather Update: અરવલ્લીમાં વહેલી સવારથી જ ધુમ્મસના વાદળો ઘેરાયા, ખેતીવાડી પર અસરની શક્યતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ ગુજરાતમાં સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહીં ઠંડીના ચમકારા પછી ધુમ્મસના વાદળો ઘેરાઈ ગયા છે. નોંધનીય છે કે વિઝિબલિટી ઓછી થવાની સાથે ઘણી સમસ્યાઓ સામે આવી શકે છે. આની સીધી અસર ખેતીવાડી પર પણ પડી શકે છે. જોકે હજુ સુધી 2 દિવસ કે વધુ સમયગાળા દરમિયાન આવું વાતાવરણ રહી શકે એવા એંધાણ જણાઈ રહ્યા છે.

વાતાવરણમાં આવ્યો પલટો…
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે ઠંડીમાં ઘટાડા પછી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ધુમ્મસની ખેતીવાડી પર આની અસર થવાની શક્યતા જોવા મળી રહી છે. ઘઉં, કપાસ, રાયડો અને બટાકાના પાકમાં નુકસાન પહોંચી શકે છે.

ખેડૂતોમાં ચિંતાનું મોજુ
ઠંડીના ચમકારા અને ધુમ્મસના વાદળોના કારણે વિવિધ પાકોને નુકસાન પહોંચી શકે છે. આ પ્રમાણેની સ્થિતિ સર્જાતા અત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું છે. ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આની સાથે જો પાકને નુકસાન થશે તો ખેડૂતોને આર્થિક દ્રષ્ટિએ પણ ફટકો પડી શકે એવી સંભાવનાઓ ઉભી થઈ જવા પામી છે.

ADVERTISEMENT

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp

    ADVERTISEMENT