ICMRની નવી ગાઈડલાઈન: કોરોનાથી બચવા માટે લોકોને કર્યા ખાસ એલર્ટ, ટેસ્ટિંગ વધારવાની સલાહ
ICMR issues guidelines : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. દેશભરમાં એક્ટિવ કેસોની સંખ્યા 2600ને વટાવી ગઈ છે અને તેમાંથી 2000 કેસ તો…
ADVERTISEMENT
ICMR issues guidelines : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. દેશભરમાં એક્ટિવ કેસોની સંખ્યા 2600ને વટાવી ગઈ છે અને તેમાંથી 2000 કેસ તો એકલા કેરળમાં મળી આવ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કોરોનાને લઈને ચિંતા વધી ગઈ છે.
WHOએ પણ કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1 અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, તેનાથી ઘણા દેશોમાં લોકોને શ્વાસની સમસ્યા થઈ રહી છે. એટલું જ નહીં, આ સબ-વેરિઅન્ટે કોરોનાને લઈને ચિંતા વધારી છે અને ફરી એડવાઈઝરીની પાલન કરવાની ફરજ પડી છે. કર્ણાટકથી લઈને ચંદીગઢ સુધીની સરકારોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે.
ICMRની નવી ગાઈડલાઇન
ICMRએ પણ નવી માર્ગદર્શિકા જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે, જે લોકોમાં કોરોનાના લક્ષણો હોય તેઓએ તરત જ પોતાને અલગ કરી લેવું જોઈએ અને આઈસોલેશનમાં રહેવું જોઈએ. આ સિવાય 60 વર્ષથી વધુ ઉંમરના જે લોકો કોરોનાના લક્ષણો ધરાવે છે તેમની પહેલા તપાસ કરવી જોઈએ. તે જ સમયે, ડાયાબિટીસ, હાયપરટેન્શન, ફેફસા અને કિડનીના રોગો અને સ્થૂળતાથી પીડિત લોકોને પણ લક્ષણો જોવા મળે તો તરત જ ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે. ICMR કહે છે કે, પ્રાથમિકતાના ધોરણે ટેસ્ટિંગ કરવામાં આવે જેથી નવા વેરિઅન્ટને ફેલાતો અટકાવી શકાય.
ADVERTISEMENT
ગાઈડલાઇનમાં જાણવામાં આવ્યું છે કે, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો, સ્વાદ અને ગંધની ન આવવી, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને ગંભીરતાથી લેવી અને ટેસ્ટ કરાવો. ગંભીર રોગોથી પીડિત લોકોને પરીક્ષણમાં પ્રાથમિકતા આપવી જોઈએ. દરમિયાન, કેરળ અને ગોવા જેવા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. NCRની વાત કરીએ તો ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં નવા કેસ સામે આવ્યા છે.
કેરળમાં, સક્રિય કેસોની સંખ્યા 2,341 પર પહોંચી ગઈ છે, જ્યાં બુધવારે જ આંકડો 2 હજારને પાર કરી ગયો હતો. ગુરુવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેરળમાં 300 નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાને કારણે ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 211 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ADVERTISEMENT
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી હતી બેઠક
વર્ચ્યુઅલ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓને કોરોનાવાયરસ અંગેની માર્ગદર્શિકા વિશે જાણકારી આપી અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી રહેવા જણાવ્યું હતું.
ADVERTISEMENT
દેશમાં નોંધાયા JN.1ના 21 કેસ
નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે પોલે બુધવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશભરમાં નવા કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1ના 21 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દેશના વૈજ્ઞાનિકો નવા વેરિઅન્ટનું એનાલિસિસ કરી રહ્યા છે. તેમણે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને તેમની મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ગભરાવવાની જરૂર નથીઃ વી.કે પોલ
વી.કે પોલે કહ્યું હતું કે, આ ઉછાળો કોવિડ JN.1 વેરિઅન્ટને કારણે છે. ગભરાવાની જરૂર નથી. કેરળ, તમિલનાડુ, ગોવા અને કર્ણાટકમાં કેસ છે. છેલ્લા 2 અઠવાડિયામાં 16 ગંભીર રીતે બીમાર કોરોના દર્દીઓના મોત થયા છે.
‘માસ્ક પહેરો, ભીડવાળી જગ્યાએ જશો નહીં’
કર્ણાટક સરકારે મંગળવારે એક એડવાઈઝરી જારી કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને, અન્ય ગંભીર બીમારીથી પીડિત લોકોને, સગર્ભા મહિલાઓને બહાર જતી વખતે ફેસ માસ્ક પહેરવાની અપીલ કરી હતી. કોવિડને ધ્યાનમાં રાખીને લોકોને ભીડવાળા વિસ્તારોમાં જવાનું સખત રીતે ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT