Gujarat Elections: બીજા તબક્કામાં 14 જિલ્લાની આ 93 બેઠકો પર મતદાન, જાણો તમે ક્યારે વોટ આપી શકશો?
અમદાવાદ: ગુજરાતમાં આજે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં આજે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 તારીખે જાહેર થશે. જેમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 બેઠકો પર મતદાન થશે. ત્યારે જાણો બીજા તબક્કામાં કયા જિલ્લાની કઈ સીટ પર મતદાન થશે.
બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જેમાં 17 નવેમ્બર નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ હશે. જ્યારે 21 નવેમ્બર સુધીમાં નામાંકન પાછું ખેંચી શકાશે. 5મી ડિસેમ્બરે ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે.
બીજા તબક્કામાં આ બેઠકો પર મતદાન
ADVERTISEMENT
- વાવ
- થરાદ
- ધાનેરા
- દાંતા (એસટી)
- વડગામ (એસસી)
- પાલનપુર
- ડીસા
- દિયોદર
- કાંકરેજ
- રાધનપુર
- ચાણસ્મા
- પાટણ
- સિદ્ધપુર
- ખેરાલુ
- ઉંઝા
- વિસનગર
- બેચરાજી
- કડી (એસસી)
- મહેસાણા
- વિજાપુર
- હિંમતનગર
- ઇડર (એસસી)
- ખેડબ્રહ્મા (એસટી)
- ભિલોડા (એસટી)
- મોડાસા
- બાયડ
- પ્રાંતિજ
- દહેગામ
- ગાંધીનગર દક્ષિણ
- ગાંધીનગર ઉત્તર
- માણસા
- કલોલ
- વિરમગામ
- સાણંદ
- ઘાટલોડીયા
- વેજલપુર
- વટવા
- એલિસબ્રિજ
- નારણપુરા
- નિકોલ
- નરોડા
- ઠક્કરનગર
- બાપુનગર
- અમરાઇવાડી
- દરિયાપુર
- જમાલપુર-ખાડીયા
- મણીનગર
- દાણીલીમડા (એસસી)
- સાબરમતી
- અસારવા (એસસી)
- દસક્રોઇ
- ધોળકા
- ધંધુકા
- ખંભાત
- બોરસદ
- અંકલેશ્વર
- ઉમરેઠ
- આણંદ
- પેટલાદ
- સોજિત્રા
- માતર
- નડિયાદ
- મહેમદાબાદ
- મહુધા
- ઠાસરા
- કપડવંજ
- બાલાસિનોર
- લુણાવાડા
- સંતરામપુર (એસટી)
- શહેરા
- મોરવા હડફ (એસટી)
- ગોધરા
- કાલોલ
- હાલોલ
- ફતેહપુર (એસટી)
- ઝાલોદ (એસટી)
- લિમખેડા (એસટી)
- દાહોદ (એસટી)
- ગરબાડા (એસટી)
- દેવગઢ બારીયા
- સાવલી
- વાઘોડીયા
- છોટાઉદેપુર (એસટી)
- જેતપુર (એસટી)
- સંખેડા (એસટી)
- ડભોઇ
- વડોદરા શહેર (એસસી)
- સયાજીગંજ
- આકોટા
- રાવપુરા
- માંઝલપુર
- પાદરા
- કરજણ
રાજ્યમાં કુલ 4.90 કરોડ મતદારો
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.
આ વખતે 4.6 લાખથી વધુ યુવા મતદારો પહેલીવાર વોટ આપશે
નોંધનીય છે કે, આ વખતે રાજ્યમાં 18 થી 19 વય જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ યુવા મતદારો પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT