આજે મતદાર જ રાજા: 89 બેઠકો પર 2.39 કરોડ મતદારો કરશે 788 ઉમેદવારોના ભાવીનો ફેંસલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. આજે 2.39 કરોડ મતદારો 25,430 મતદાન મથકો પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 5.74 લાખ જેટલા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.

PMએ મતદાતાઓને મતાધિકારીનો ઉપયોગ કરવાની અપીલ કરી

ADVERTISEMENT

આ 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે

  • મતદાર ફોટો ઓળખપત્ર,
  • આધાર કાર્ડ,
  • મનરેગા જોબ કાર્ડ,
  • પાન કાર્ડ બેંક,
  • પોસ્ટ ઓફિસની પાસબૂક(ફોટોગ્રાફ સાથે),
  • શ્રમ મંત્રાલયે આપેલા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ,
  • ડ્રાઈવીંગ લાઈસન્સ,
  • પાસપોર્ટ,
  • કેંદ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્રના ઉપક્રમો/પબ્લીક લિમિટેડ કંપનીઓએ આપેલ ઓળખપત્ર(ફોટોગ્રાફ સાથે),
  • નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાએ આપેલા સ્માર્ટ કાર્ડ,
  • પેન્શન દસ્તાવેજ(ફોટોગ્રાફ સાથે),
  • સંસદસભ્ય/ધારાસભ્ય/વિધાન પરિષદના સભ્યોને આપેલ અધિકૃત ઓળખપત્ર

 

ADVERTISEMENT

2017ના પરિણામો પર એક નજર
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ 54 બેઠકોમાંથી ભાજપને 23, કોંગ્રેસને 30 અને અન્યના ફાળે 1 બેઠક ગઈ હતી. જ્યારે દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી ભાજપને 25, કોંગ્રેસના ફાળે 10 બેઠકો આવી હતી.

ADVERTISEMENT

જિલ્લા મુજબ મતદારોની માહિતી

જિલ્લાનું નામ કુલ મતદાન મથકો પુરુષ મતદારો મહિલા મતદારો થર્ડ જેન્ડર કુલ મતદારો
કચ્છ 1860 844488 790174 12 1634674
સુરેન્દ્રનગર 1543 741982 680670 25 1422677
મોરબી 905 422047 395284 4 817335
જામનગર 1287 618572 588323 15 1206910
દેવભૂમિ દ્વારકા 652 305017 289186 13 594216
પોરબંદર 494 251522 239510 11 491043
રાજકોટ 2253 1196011 1109556 34 2305601
જુનાગઢ 1346 657647 614640 20 1272307
અમરેલી 1412 651407 607867 20 1259294
ગીર સોમનાથ 1077 509991 489413 11 999415
ભાવનગર 1866 944526 887326 40 1831892
બોટાદ 614 287367 268086 5 555458
ભરુચ 1358 649826 615691 71 1265588
નર્મદા 624 230452 227248 3 457703
સુરત 4623 2546933 2192109 159 4739201
તાપી 605 246363 259114 5 505481
ડાંગ 335 96909 96387 2 193298
નવસારી 1147 538876 539346 38 1078260
વલસાડ 1392 682582 643867 15 1326464

આ બેઠકો પર જામશે ખરાખરીનો જંગ

જિલ્લો બેઠક ભાજપ કોંગ્રેસ આપ SP BTP અપક્ષ
કચ્છ અંજાર ત્રિકમ છાંગા રમેશ ડાંગર અરજણ રબારી
ગાંધીધામ માલતી મહેશ્વરી ભરત સોલંકી બી.ટી મહેશ્વરી
સુરેન્દ્રનગર લીંબડી કિરીટસિંહ રાણા કલ્પના મકવાણા મયૂર સાકરીયા
વઢવાણ જગદીશ મકવાણા તરુણ ગઢવી હિતેશ પટેલ
મોરબી મોરબી કાંતિ અમૃતિયા જયંતિ પટેલ
પંકજ રાણસરિયા
ટંકારા દુર્લભજી દેથરિયા લલીત કગથરા
સંજય ભટાસણા
જામનગર જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ જીવણ કુંભારવાડિયા પ્રકાશ દોંગા
જામનગર ઉત્તર રિવાબા જાડેજા બિપેન્દ્રસિંહ જાડેજા કરશન કરમૂર
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા મૂળુભાઈ બેરા વિક્રમ માડમ ઈસુદાન ગઢવી
દ્વારકા પબુભા માણેક મૂળુ કંડોરિયા લખમણ નકુમ
પોરબંદર પોરબંદર બાબુ બોખીરિયા અર્જુન મોઢવાડિયા જીવન જુંગી
કુતિયાણા ઢેલીબેન ઓડેદરા નાથા ઓડેદરા ભીમા મકવાણા કાંધલ જાડેજા
રાજકોટ ગોંડલ ગીતાબા જાડેજા યતિશ દેસાઈ નિમિષા ખૂંટ
ધોરાજી મહેન્દ્ર પાલડિયા લલીત વસોયા વિપુલ સખિયા
રાજકોટ પશ્ચિમ દર્શિતા શાહ મનસુખ કાલરિયા દિનેશ જોશી
રાજકોટ ગ્રામ્ય ભાનુ બાબરિયા સુુરેશ બથવાર વશરામ સાગઠિયા
ભરત ચાવડા (અપક્ષ- પહેલા ભાજપમાં હતા)
જૂનાગઢ વીસાવદર હર્ષદ રીબડિયા કરશન વડોદરિયા ભૂપત ભાયાણી
માણાવદર જવાહર ચાવડા અરવિંદ લાડાણી કરસન ભાદરકા
અમરેલી અમરેલી જયસુખ કાકડિયા પરેશ ધાનાણી રવિ ધાનાણી
સાવરકુંડલા મહેેશ કસવાલા પ્રતાપ દૂધાત ભરત નાકરાણી
ગીર સોમનાથ તલાલા ભગવાન બારડ માનસિંહ ડોડિયા દેવેન્દ્ર સોલંકી
સોમનાથ માનસિંહ પરમાર વિમલ ચુડાસમા જગમાલ વાળા
ભાવનગર ભાવનગર પૂર્વ સેજલબેન પંડ્યા બળદેવ સોલંકી હમીર રાઠોડ
ભાવનગર પશ્ચિમ જિતુ વાઘાણી કિશોરસિંહ સોલંકી રાજુ સોલંકી
બોટાદ ગઢડા શંભુપ્રસાદ ટુંડિયા જગદીશ ચાવડા રમેશ પરમાર
બોટાદ ઘનશ્યામ વિરાણી મનહર પટેલ ઉમેશ મકવાણા
ભરુચ અંકલેશ્વર ઈશ્વરસિંહ પટેલ વિજયસિંહ પટેલ અંકુર પટેલ
ઝઘડિયા રિતેશ વસાવા ફતેસિંહ વસાવા ઉર્મિલા ભગત છોટુ વસાવા
નર્મદા નાંદોદ દર્શના વસાવા હરેશ વસાવા પ્રફુલ વસાવા મહેશ વસાવા
હર્ષદ વસાવા (અપક્ષ -પહેલા ભાજપમાં હતા)
ડેડિયાપાડા હિતેશ વસાવા જેરમાબેન વસાવા ચૈતર વસાવા બહાદુર વસાવા
સુરત વરાછા રોડ કિશોર કુમાર કાનાણી પ્રફુલ તોગડિયા
અલ્પેશ કથીરિયા
મજૂરા હર્ષ સંઘવી બળવંત જૈન pvs શર્મા
કતારગામ વિનોદ મોરડિયા કલ્પેશ વરિયા
ગોપાલ ઈટાલિયા
તાપી વ્યારા મોહન કોકણી પુનાભાઈ ગામીત બિપિન ચૌધરી
નિઝર ડો. જયરામ ગામીત સુનીલ ગામીત અરવિંદ ગામીત
ડાંગ ડાંગ વિજય પટેલ મુકેશ પટેલ સુનીલ ગામીત
નવસારી નવસારી રાકેશ દેસાઈ દીપક બારોટ ઉપેશ પટેલ
વાંસદા પીયૂષ પટેલ અનંત પટેલ પંકજ પટેલ
વલસાડ વલસાડ ભરત પટેલ કમલ પટેલ રાજુુ મરચા
કપરાડા જિતુુ ચૌધરી વસંત પટેલ જયેન્દ્ર ગાવીત
પારડી કનુ દેસાઈ જયશ્રી પટેલ
કેતન પટેલ (અગાઉ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા)

    follow whatsapp

    ADVERTISEMENT