મતદારોએ લોકશાહીનો પર્વ ધામધૂમથી ઉજવ્યો, ઢોલ-નગાડા સાથે મતદાન કરવા પહોંચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગર/અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે લોકશાહીના આ પર્વને ઉજવવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં મતદાતાઓ સાફો બાંધી ઢોલ નગાડા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. આ પ્રમાણે લોકશાહીના પર્વની ઉજવણીનો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. ચલો આ બંને કિસ્સા પર નજર કરીએ…

સુરેન્દ્રનગરની એક સોસાયટીના લોકો એકસાથે પહોંચ્યા મતદાન કરવા..
મતદાન કરવા માટે સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી એક સાથે સોસાયટીના તમામ મતદારો સાફા બાંધીને ઢોલ નગાડાના તાલમાં ઝૂમતા ઝૂમતા મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આની સાથે તેઓ મતદાનના આ તહેવારને જોરશોરથી ઉજવી રહ્યા છે.

ADVERTISEMENT

અમરેલીમાં ભાજપ ઉપાધ્યક્ષે પણ લોકશાહી પર્વની ઉજવણી કરી
અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા 50 વ્યક્તિઓના સહપરિવાર સાથે ઢોલ લઈને મતદાન મથકે પહોચ્યા હતા. લગ્ન પ્રસંગ હોય તે રીતે સાફા બાંધીને શાહીઠાઠમાં પાનસુરીયા પરિવારના સદસ્યો મતદાન મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન ઢોલી પર સુરેશ પાનસુરીયાએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આની સાથે સુરેશ પાનસુરિયાએ લોકશાહીના પર્વને મતદાન કરીને ઉજવવા સૂચના આપી હતી.

ADVERTISEMENT

With Input: Sajid belim, Hiren raviya

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT