પાટીદારોનો ગઢ ગણાતી બેઠકો પર મતદાન થયું ઓછું, નેતાઓની વધી ચિંતા
અમદાવાદ: ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે પ્રથમ તબક્કાના મતદાનમાં 5 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. 2017માં પ્રથમ તબક્કામાં 67 ટકાથી વધુ મતદાન થયું…
ADVERTISEMENT
અમદાવાદ: ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે પ્રથમ તબક્કાના મતદાનમાં 5 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. 2017માં પ્રથમ તબક્કામાં 67 ટકાથી વધુ મતદાન થયું હતું. જેની સરખામણીએ આ વખતે 63.14 ટકા મતદાન થયું છે. સામાન્ય મતદાને રાજકીય પક્ષોને વિચારતા કર્યા છે. પાટીદારના ગઢ ગણાતી બેઠકો પર સામાન્ય મતદાનથી નેતાઓની ચિંતામાં વધારો થયો છે.
પાટીદાર વર્ચસ્વ ધરાવતા જિલ્લામાં ઓછું મતદાન
સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં માત્ર મોરબી જિલ્લામાં જ 54 ટકા મત પડ્યા છે જ્યારે અન્ય જિલ્લામાં 50 ટકા કરતા પણ ઓછુ મતદાન થયુ છે. આ રીતે પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારમાં ઓછુ મતદાન થયું છે ત્યારે નેતાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.
આ પાટીદાર ઉમેદવારોના ભવિષ્ય થયા છે EVM માં કેદ
મુખ્ય પાટીદાર ચહેરાની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી, રમેશ ટીલાળા, જીતુ વાઘાણી, શિવલાલ બારસિયા, પ્રતાપ દૂધાત, રાઘવજી પટેલ, ચિમન શાપરીયા, ચીરાગ કાલરિયા, કાંતિલાલ અમૃતિયા, લલિત કગથરા, જયેશ રાદડિયા, લલિત વસોયા, સંજય કોરડિયા, અલ્પેશ કથીરિયા, ગોપાલ ઇટલીયા, હર્ષદ રિબડિયા અને વિરજી ઠુમ્મર છે.
ADVERTISEMENT
ભાજપના આ મંત્રીઓના ભવિષ્ય થયા EVM માં કેદ
પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. જેમાં ભાજપના કુલ 11 મંત્રીઓ ચૂંટણી મેદાને છે. જેમાં જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા, જીતુ ચૌધરી, મુકેશ પટેલ, વિનુ મોરડીયા, દેવા માલમ, નરેશ પટેલ, કનુ દેસાઇ, રાઘવજી પટેલના ભવિષ્ય EVM માં કેદ થયા છે અને 8 ડિસેમ્બરે જનાદેશ જાહેર થશે.
આ જિલ્લામાં થયું મતદાન
પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. જેમાં તમામ રાજકીય દળના 788 દાવેદાર ચૂંટણી મેદાનામં ઉતર્યા હતા. પ્રથમ તબક્કાના મતદાનમાં 19 જિલ્લાની 89 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. પ્રથમ તબક્કામાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતની બેઠક પર મત નાખવામાં આવશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાંથી કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા સામેલ છે.
ADVERTISEMENT
પાટીદારનો ગઢ ગણાતી બેઠક પર છેલ્લી 3 ટર્મની મતદાનની ટકાવારી
ADVERTISEMENT
બેઠક | વર્ષ 2012 | વર્ષ 2017 | વર્ષ 2022 |
અમરેલી | 68.42 | 63.35 | 56.5 |
ધારી | 67.15 | 59.9 | 52.83 |
સાવરકુંડલા | 62.09 | 56.42 | 54.19 |
લાઠી | 70.64 | 61.89 | 58.67 |
ગોંડલ | 76.85 | 65.64 | 62.81 |
ધોરાજી | 70.83 | 63.13 | 57.2 |
જેતપુર | 73.49 | 70.92 | 63.28 |
રાજકોટ પૂર્વ | 68.99 | 67.26 | 62.2 |
રાજકોટ પશ્ચિમ | 63.58 | 68.48 | 57.12 |
રાજકોટ દક્ષિણ | 64.61 | 64.58 | 58.99 |
મોરબી | 73.44 | 71.67 | 67.16 |
ટંકારા | 76.26 | 74.43 | 71.7 |
ધ્રાંગધ્રા | 75.52 | 69.94 | 67.48 |
જામજોધપુર | 75.26 | 66 | 65.42 |
માણાવદર | 73.1 | 65.72 | 61.17 |
કેશોદ | 66.48 | 61.6 | 62.05 |
વિસાવદર | 66.29 | 62.24 | 56.1 |
જૂનાગઢ | 61.94 | 60.45 | 55.82 |
કરંજ | 64.63 | 55.99 | 50.54 |
કામરેજ | 72.18 | 64.8 | 60.28 |
વરાછા રોડ | 68.68 | 63.03 | 56.38 |
સુરત ઉત્તર | 67.97 | 64.06 | 59.24 |
કતારગામ | 68.72 | 65.01 | 64.08 |
જિલ્લા મુજબ વર્ષ 2017નું મતદાન અને 2022નું મતદાન
જિલ્લો | 2017 | 2022 |
અમરેલી | 61.84% | 57.59 % |
ભરૂચ | 73.42% | 66.31% |
ભાવનગર | 62.18% | 60.82 % |
બોટાદ | 62.74% | 57.58% |
ડાંગ | 73.81% | 67.33% |
દ્વારકા | 59.81% | 61.71% |
ગીર સોમનાથ | 69.26% | 65.93% |
જામનગર | 64.70% | 58.42 % |
જૂનાગઢ | 63.15% | 59.52% |
કચ્છ | 64.34% | 59.80% |
મોરબી | 73.66% | 69.95% |
નર્મદા | 80.67% | 78.24 % |
નવસારી | 73.98% | 71.06% |
પોરબંદર | 62.23% | 59.51% |
રાજકોટ | 67.29% | 60.45% |
સુરેન્દ્રનગર | 66.01% | 62.46% |
સુરત | 66.79% | 62.27% |
તાપી | 79.42% | 76.91% |
વલસાડ | 72.97% | 69.40 % |
કુલ | 68.33% | 63.14% |
ADVERTISEMENT