ગાંધીનગરમાં મંત્રીઓને મળવા જવું હશે તો હવે મોબાઈલ ફોન સાથે નહીં લઈ જઈ શકો
ગાંધીનગર: ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ મંત્રીઓને મળવા માટે આવતા હોય છે. ત્યારે આ મુલાકાતીઓને મોબાઈલ સાથે લઈની મનાઈ ફરમાવવામાં આવી હોવાની માહિતી સૂત્રો…
ADVERTISEMENT
ગાંધીનગર: ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ મંત્રીઓને મળવા માટે આવતા હોય છે. ત્યારે આ મુલાકાતીઓને મોબાઈલ સાથે લઈની મનાઈ ફરમાવવામાં આવી હોવાની માહિતી સૂત્રો પાસોથી મળી રહી છે. મુલાકાતીઓને હાલમાં ફોન બહાર જ મૂકવા માટે મૌખિક સૂચના આપવામાં આવી છે.
મુલાકાતીઓને ફોન બહાર મૂકવા મૌખિક સૂચના
ખાસ કરીને સોમવાર અને મંગળવારે લોકો મંત્રીઓને મળવા માટે આવતા હોય છે. પહેલા મુલાકાતીઓ પોતાનો મોબાઈલ ફોન સાથે લઈને મંત્રીની ઓફિસમાં મળવા માટે જઈ શકતા હતા. ત્યારે હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુલાકાતીઓને મૌખિક સૂચના આપીને ફોન બહાર મૂકવા માટે કહેવાઈ રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઓફિસમાં મંત્રી સાથેની મુલાકાત દરમિયાન કોઈ વાતચીતનું રેકોર્ડિંગ ન કરી લે કે ફોટો કે વીડિયો ન પાડે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં 16 મંત્રીઓની નિમણૂંક
ખાસ વાત છે કે, ગુજરાતમાં ભાજપને પ્રચંડ જીત સાથે 156 બેઠકો મળી છે. સોમવારે જ તમામ 182 ધારાસભ્યો વિધાનસભામાં ધારાસભ્ય પદના શપથ લીધા હતા. જ્યારે આ અગાઉ ભૂપેન્દ્ર પટેલ તથા તેમના મંત્રી મંડળે શપથ લીધા હતા. ગુજરાતની નવી સરકારમાં 16 મંત્રીઓ ભાજપ દ્વારા નિમાયા છે, જેમાં 8 કેબિનેટ કક્ષાના અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓ છે. વિધાનસભામાં મંત્રીઓને તેમના કેબિન પણ ફાળવી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT