વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતમાં ભાજપને ભારે પડશે? BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિસનગર : વિપુલ ચૌધરીની ધરપકડનો મુદ્દો હાલ ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે. ઉત્તરગુજરાતના ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંજણા ચૌધરી સમાજ દ્વારા પોતાના તમામ વિસ્તારોમાં ભાજપના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. કોઇ પણ નેતાએ અમારા વિસ્તારમાં આવવું નહી તે પ્રકારનાં વિશાળ બેનરો અને હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. 24 થી વધારે ગામોમાં આ સ્થિતિ છે.

સદ્ભાવના યજ્ઞનું ચૌધરી સમાજ દ્વારા ભવ્ય આયોજન
વિપુલ ચૌધરીના સમર્થનમાં બાસણા અર્બુદા ધાન ખાતે સદ્ભાવના યજ્ઞ તેમજ મહાસંમેલન યોજાશે. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ચૌધરી સમાજ હાજર રહેશે અને પોતાનું શક્તિપ્રદર્શન પણ કરશે. ભાજપના કોઇ પણ મંત્રીએ અમારા નેતા ન છુટે ત્યાં સુધી ગામમાં પ્રવેશ કરવો નહી. તેમ છતા ગામમાં આવે તો જવાબદારી સંપુર્ણ તેમની રહેશે. તેમની સાથે જે કાંઇ પણ થાય તેના માટે ગામ જવાબદાર રહેશે નહી તે પ્રકારનાં બેનરો લગાવી દેવાયા છે.

વિપુલ ચૌધરીને ચૂંટણીના કારણે ભાજપે જેલમાં પૂર્યા ખોટા કેસમાં ફસાવ્યા
આ અંગે ચૌધરી સમાજના અગ્રણીઓનો દાવો છે કે, અમારા વિપુલભાઇનો કોઇ વાંક ગુનો નથી તેમને ખોટાકેસમાં સંડોવવામાં આવી રહ્યા છે. ખોટી રીતે ચૂંટણી આવી રહી છે માટે જેલમાં પુર્યા છે. અમારા કોઇ પણ ભાજપનો આગેવાન કે નેતા આવે તો અમારા ચૌધરી સમાજના ગામોમાં પ્રવેશવા દેવામાં નહી આવે. જ્યાં સુધી વિપુલ ચૌધરીને છોડવામાં નહી આવે ત્યાં સુધી અમે લડતા રહીશું અને અમારા આગેવાનને છોડાવીને જ રહીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT