જેલમાં બંધ વિપુલ ચૌધરીને આખરે મળી રાહત, સુપ્રીમ કોર્ટ બિનશરતી જામીન અરજી મંજૂર કરી
અમદાવાદ: ભ્રષ્ટાચારના આક્ષેપમાં ફસાયેલા મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. વિપુલ ચૌધરીને આજે સુપ્રીમ કોર્ટમાંથી જામીન…
ADVERTISEMENT
અમદાવાદ: ભ્રષ્ટાચારના આક્ષેપમાં ફસાયેલા મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. વિપુલ ચૌધરીને આજે સુપ્રીમ કોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા છે. દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે છેલ્લા ઘણા સમયથી વિપુલ ચૌધરી જેલમાં બંધ હતા, ત્યારે આજે સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપતા તેમના માટે આ મોટી રાહતની ખબર કરી શકાય. સુપ્રીમ કોર્ટ દ્વારા બિનશરતી જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.
રૂ.700 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ
વિપુલ ચૌધરીએ 2008થી 2012 વચ્ચે અલગ-અલગ સહકારી મંડળીને લઈને લગભગ 700 કરોડથી વધુ મિલ્ક કૂલર ખરીદ્યા હતા. આ મિલ્ક કૂલરની ખરીદીમાં 80 ટકા સરકાર સબસિડી આપે છે અને કૃ઼ષિ વિભાગ દ્વારા યોજના કાઢવામાં આવી હતી. આ મિલ્ક કૂલરની ખરીદીમાં વિપુલ ચૌધરીએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ લાગ્યા હતા.
કેવી રીતે સામે આવ્યું કૌભાંડ?
વર્ષ 2020માં દૂધસાગર ડેરીનો સ્પેશ્યલ ઓડિટ કરાયો હતો. આ ઓડિટમાં જાણકારી સામે આવી હતી તેને રજીસ્ટ્રાર વિભાગને મોકલવામાં આવી હતી. તેના આધારે જ તપાસ કરવામાં આવી રહી છે. એક અધિકારીને તેની તપાસ સોંપવામાં આવી હતી અને તેના પ્રાથમિક અહેવાલમાં બેંક એકાઉન્ટ દસ્તાવેજમાં છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT