વડોદરામાં જગદીશ ઠાકોરે પાડ્યો ખેલ, ભાજપના દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં

ADVERTISEMENT

congress
congress
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધનસભાની ચૂંટણી નજીક આવ રહી છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી નજીક આવતા હવે કોંગ્રેસે પણ ઓપરેશન શરૂ કરી દીધા છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાને પોતાના પક્ષમાં આવકાર્યા છે. ભાજપના દિગ્ગજ નેતા કુલદીપસિંહ રાઉલજી આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ જામી રહ્યો છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ભજપ અને આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા હતા આજે કોંગ્રેસે ખેલ પાડ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયાના બીજા જ દિવસે કોંગ્રેસે ભાજપને ઝટકો આપ્યો છે. વડોદરા ભાજપના દિગ્ગજ નેતા કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ.

કેતન ઇનામદાર સાથે વિવાદ
વડોદરાની સાવલી બેઠકના દિગ્ગજ નેતા કુલદીપસિંહ રાઉલજી ચાર વખત બરોડા ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. કુલદીપસિંહ રાઉલજી મધ્ય ગુજરાતમાં એક જાણીતો ચહેરો છે. ત્યાં જ કુલદીપસિંહ રાઉલજી અને કેતન ઇનામદાર  સાથે તેમનો ખટરાગ રહ્યો છે. તેઓ ક્ષત્રિય સમાજના એક દિગ્ગજ આગેવાન પણ કહેવાય છે. કુલદીપસિંહ રાઉલજીને સાવલી બેઠક પરથી કોંગ્રેસ ચૂંટણી લડાવી શકે છે.

ADVERTISEMENT

કોંગ્રેસ સાવલી બેઠક પરથી લડાવી શકે ચૂંટણી
કુલદીપસિંહ રાઉલજી ભાજપમાંથી સાવલી બેઠક પરથી ટિકીટ મેળવવાના થતાં તમામ પ્રયાસો કરી ચૂક્યા છે. અનેક પ્રયાસ કરી ચૂંક્યા છે. જોકે, તેમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં આપે તેવો અણસાર આવી જતા તેઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે અને અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ સાવલી બેઠક પર કોંગ્રેસ કુલદીપસિંહ રાઉલજીને મેદાને ઉતારી શકે છે.

અમિત ચાવડાએ કર્યા ભાજપ પર પ્રહાર
આ અંગે ભાજપ પર પ્રહાર કરતાં અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં માત્ર ધુમાડો છોડતી ભાજપની ડબલ એન્જીન સરકારની અણઘડ નીતિઓથી ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. મંદી-મોંઘવારી-બેરોજગારીથી ગુજરાતના લોકો ત્રસ્ત બન્યા છે.ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ 125થી વધુ સીટો સાથે લોકોની સરકાર બનવા જઇ રહી છે ત્યારે વડોદરાના સાવલી વિસ્તારના ક્ષત્રિય નેતા અને સહકારી આગેવાનશ્રી કુલદીપસિંહ રાઉલજી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. કુલદીપસિંહ બરોડા ડેરીના ડિરેક્ટર પણ છે. ડેસર એ.પી.એમ.સીનાં પૂર્વ વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે અને હાલ ડેસર એ.પી.એમ.સી.ના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. શ્રી રાવજીસિંહ નટવરસિંહ અમરાપુરા, શ્રી કૈલાશબેન અર્જુનસિંહ ગોહિલ, શ્રી વિક્રમસિંહ પુજાભાઇ મેવલી, શનાભાઈ પરસોતમભાઇ શેરપુરા, રાઠોડ ઠાકોરસિંહ અમરસિંહ, વિક્રમસિંહ રામસિંહ, વિજયસિંહ મહેન્દ્રસિંહ મહિડા, સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો સાથે રાજીવ ગાંધી ભવન ખાતે વિધીવત રીતે કોંગ્રેસમાં જોડાઈ કોંગ્રેસને જનલક્ષી વિચારધારાને લોકો સુધી પહોંચાડી આગામી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ જવલંત વિજય મેળવે તે માટે કામ કરશે.

ADVERTISEMENT

આણંદ જિલ્લા આમ આદમી પાર્ટીના નેતા જોડાયા
કોંગ્રેસે આમ આદમી પાર્ટીને પણ ભારે નુકશાન પહોંચાડ્યું છે. આણંદ જિલ્લાના આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારો પણ કોંગ્રેસ પક્ષની વિચારધારાની પ્રેરાઈને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT