VIDEO: જનતાએ ઠાલવ્યો 5 વર્ષનો રોષ, પ્રચાર કરી રહેલા ભાજપના ઉમેદવાર અને સાંસદે ભાગવું પડ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ઘણી જગ્યાએથી નેતાઓનો વિરોધ થયો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે નવસારીમાં ભાજપના ઉમેદવાર અને સાંસદ ડો. કે.સી પટેલને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું. ગામલોકોના ભારે વિરોધના પગલે ઉમેદવાર અને વલસાડના સાંસદે પોતાનો કાફલા સાથે ત્યાંથી ભાગવું પડ્યું. જેનો વીડિયો હાલમાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

ભારતમાલા પ્રોજેક્ટના વિરોધ વખતે નેતા ન દેખાતા રોષ
નવસારીના વાંસદામાં ભાજપના ઉમેદવાર પીયુષ પટેલ, સાંસદ કે.સી પટેલ ચૂંટણી પ્રચાર માટે ઝરી ગામમાં પહોંચ્યા હતા. જોકે અહીં પ્રચાર દરમિયાન સ્થાનિકોએ નેતાજી અને ભાજપના કાર્યકરોને ઘેરીને તેમનો ભારે વિરોધ કર્યો અને સવાલ કર્યો કે અત્યાર સુધી તમે ક્યાં હતા? ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરતા આદિવાસીઓ સાથે તમે કેમ ન દેખાયા? તમારી સરકારે આદિવાસી ખેડૂતોની જમીન મંજૂરી વગર સરકારી રેકોર્ડ પર કેવી રીતે લઈ લીધી? લોકોના રોષને જોતા પીયુષ પટેલ અને સાંસદ ડો.કે.સી પટેલ પોતાની ગાડીમાં બેસીને ત્યાંથી જતા રહ્યા હતા.

ADVERTISEMENT

અગાઉ પણ નેતાઓનો થયો હતો વિરોધ
નોંધનીય છે કે, આ પહેલા પણ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના વિરોધના ઘણા મામલાઓ સામે આવી ચૂક્યા છે. બે દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અશ્વિન કોટવાલનો ખેડબ્રહ્મામાં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જ્યારે વાવમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર એવા ગેનીબેન ઠાકોર ચૂંટણી પ્રચાર કરવા જતા લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. જેથી તેમણે પોતાનો કાફલો લઈને ત્યાંથી જતા રહેવું પડ્યું હતું. બીજી તરફ જામનગરમાં પણ કૃષિ મંત્રી રાઘવજી ઠાકોરનો લોકોએ વિરોધ કર્યો હતો.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: રોનક જાની)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT