વંદે ભારત ટ્રેનનો ફરી થયો અકસ્માત, ગાય વચ્ચે આવી જતા ટ્રેનનું આગળનું ‘નાક’ ફરી તૂટ્યું
કૌશિક જોશી/વલસાડ: વંદે ભારત ટ્રેનને (Vande Bharat Train) ફરી અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. વલસાડ જિલ્લાના ઉદવાડા રેલવે સ્ટેશનેથી પસાર થતી વંદે…
ADVERTISEMENT
કૌશિક જોશી/વલસાડ: વંદે ભારત ટ્રેનને (Vande Bharat Train) ફરી અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. વલસાડ જિલ્લાના ઉદવાડા રેલવે સ્ટેશનેથી પસાર થતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફાટક નજીક અકસ્માત નડ્યો હતો. અચાનક ટ્રેક ઉપર એક ગાય આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું. જે બાદ 15થી 20 મિનિટ સુધી ટ્રેન ત્યાં જ ઉભી રહી હતી. જોકે સંજાણ રેલવે સ્ટેશન પહોંચતા ટ્રેનની રીપેરીંગ કામગીરી કરી મુંબઇ માટે રવાના કરાઇ હતી.
વલસાડમાં ફાટક વચ્ચે ટ્રેન આવી ગઈ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પાંચમી વખત અકસ્માત નડ્યો હતો. વલસાડના અતુલ, ઉમરગામ અને સુરત સહિત પાંચ સ્થળે ગાય અને ભેંસ સાથે અથડાયા બાદ ગુરૂવારે ગાંધીનગરથી મુંબઇ જતી વંદે ભારત એક્સપ્રેસને વલસાડ જિલ્લાના ઉદવાડા સ્ટેશન નજીક અકસ્માત થયો હતો. ઉદવાડાથી પસાર થઇ મુંબઇ જતી વખતે ફાટક નજીક એક ગાય અચાનક ટ્રેક ઉપર આવી જતા થયેલ અકસ્માતમાં ટ્રેનનું આગળનં નાક ફરી તૂટી ગયું હતું.જેથી ટ્રેન 15થી 20 મિનિટ સુધી ત્યાં જ ઉભી રહી હતી. જે બાદ વાપી-ભીલાડ ક્રોસ કરી સંજાણ રેલવે સ્ટેશને પહોંચી રિપેરીંગની કામગીરી હાથ ધરાઇ હતી.
ADVERTISEMENT
અગાઉ વટવા-આણંદમાં પણ ટ્રેનનો અકસ્માત થયો હતો
નોંધનીય છે કે, સૌથી પહેલી વખત 30 સપ્ટેમ્બરે જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું તેના અમુક જ કલાક જેટલા સમયમાં આ ટ્રેન અમદાવાદના વટવા વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે પશુ સાથે ભટકાતા નુકસાન થયું હતું અને ટ્રેનને 20 મીનિટ થોભાવવી પડી હતી. જે પછી બીજો અકસ્માત થયો હતો કંજરી બોરિયાવી અને આણંદ રેલવે સ્ટેશનની વચ્ચે. જેમાં ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેન નંબર 20902 એ ઢોરને અડફેટે લઈ લીધું હતું. અકસ્માતમાં ટ્રેનને સમાન્ય નુકસાન થયું હતું. જે અકસ્માતને કારણે 11 મિનિટ ટ્રેન મોડી પડી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT