વલસાડમાં ગટર-ખાળકુવા સાફ કરવાના ટેન્કરમાં દારૂ જ દારૂ, પોલીસે દારૂ પકડ્યો પણ બુટલેગર ભાગી ગયો
કૌશિક જોશી/વલસાડ: ન્યૂયર પહેલા બૂટલેગરો કોઈપણ ભોગે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અધીરા બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રોજે રોજ મોટી સંખ્યામાં દારૂનો જથ્થો…
ADVERTISEMENT
કૌશિક જોશી/વલસાડ: ન્યૂયર પહેલા બૂટલેગરો કોઈપણ ભોગે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અધીરા બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રોજે રોજ મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ગુજરાત પોલીસ પકડી રહી છે. ક્યારેક એમ્બ્યૂલન્સમાં તો ક્યારેક મરઘાના ટેમ્પામાં દારૂની હેરાફેરી પકડાઈ છે તો હવે વલસાડમાં ખાળ કુવાની સફાઈ માટેના ટેન્કરમાં લઈ જવાનો દારૂ પકડાયો છે.
ટેન્કરના ટ્રેલરમાં દારૂ ભરીને લઈ જવાતો હતો
વલસાડ રૂરલ પોલીસે ટેન્કરમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. ગટર અને ખાળકુવાની સફાઈ માટે વપરાતા ટેન્કરમાં દારૂ ભરીને લઈ જવાતો હતો. જોકે પોલીસની સતર્કતાથી બુટલેગરોના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું. વલસાડના ચણવાઈ ઓલરબ્રિજના છેડેથી ઉતરતા ટ્રેક્ટર અને ટેન્કર પર શંકા જતા પોલીસે તેને અટકાવ્યું હતું. પોલીસે ઊભા રહેવાનું ઈશારો કરતા જ બુટલેગરો ટ્રેક્ટર અને ટ્રેલર મૂકને ભાગી ગયા હતા.
ADVERTISEMENT
ગઈકાલે શામળાજી ચેક પોસ્ટથી 17 લાખનો દારૂ પકડાયો
બાદમાં પોલીસ ટ્રેલરને ખોલીને અંદર જોતા દારૂ જ દારૂ મળી આવ્યો હતો. નોંધનીય છે કે, 31stની ઉજવણી પહેલા બુટલેગરો રોજે રોજ નવા-નવા કિમિયાઓ અજમાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે જ પોલીસે શામળાજીના અણસોલ ચેક પોસ્ટ પરથી 11 લાખનો મુદ્દામાલ અને બીજી એક રેડમાં શામળાજી પોલીસે અમદાવાદના પતિ પત્નીને 6 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. બંને રેડમાં આરોપીઓ દારુનો જથ્થો લઈ ગુજરાતમાં પ્રવેશવાના પ્રયત્નો કરી રહ્યા હતા. જોકે બુટલેગરોને માલ ભરવા મળે તે પહેલા જ પોલીસે આખા પ્લાનીંગ પર પાણી ફેરવી દીધું હતું.
ADVERTISEMENT