આફ્રિકામાં વડતાલ તાબાનું પહેલું સ્વામિનારાયણ મંદિર તૈયાર, સોનાથી બનેલા છે કળશ અને ધ્વજદંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડા: ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત વડતાલ ગાદીનું આફ્રિકામાં પ્રથમ મંદિર માત્ર બે જ વર્ષના ટુંકા સમયમાં બનીને તૈયાર થઈ ગયું છે. નૈરોબીમાં બનેલા વિશાળ મંદિરનું લોકાર્પણ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ સહિત સંતો અને મહંતો દ્વારા 1 જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવશે. આ મંદિર બનાવવામાં સંતો અને હરિભક્તોએ બહુમૂલ્ય ભોગ આપ્યો છે. કોઠારી પાર્ષદ વલ્લભ ભગત છેલ્લા એક વર્ષથી અહીં રહ્યા છે. મંદિરનો કળશ અને ધ્વજદંડ પ્યોર સોનાથી રસિત કરીને બનાવવામાં આવ્યો છે. નૈરોબીના આ મંદિરની વિશેષતા અંગે ડૉ. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે , વડતાલના ગૌરવ સમાન ઘટના છે. મૂળ સંપ્રદાયનું પોષણ થઈ રહ્યું છે તેનો અમને આનંદ છે.

આ પણ વાંચો: મહિસાગરઃ ભાજપના કેવા ‘બહાદુર’ નેતા, દિવ્યાંગ યુવાનની કરી ધોલાઈ- Video

60 ફૂટ ઊંચું અને 110 ફૂટ પહોળું છે મંદિર
આ વડતાલ તાબાનું આફ્રિકામાં પહેલુ મંદિર છે. જે મંદિરની વિશષતા પર નજર કરીએ તો, મંદિરનો શિલાન્યાસ 5 ડિસેમ્બર 2020ના રોજ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં પણ મંદિર બે વર્ષમાં સંપૂર્ણ તૈયાર થયું છે. નૈરોબીનું આ મંદિર 21,842 સ્કવેર ફૂટમાં જમીનમાં પથરાયેલું છે. મંદિરની પ્રતિષ્ઠામાં 99 સંતો અને 150 સત્સંગી સાથે વડતાલના વર્તમાન આચાર્ય હાલ કેન્યાના સત્સંગ પ્રવાસે છે. નિત્યસ્વરુપ સ્વામી સરધાર અને નિલકંઠચરણ સ્વામીના વ્યાસાસને ભક્તિચિંતામણી સપ્તાહ પારાયણ યોજાશે. વડતાલ મંદિરના પુરોહિત ધીરેન ભટ્ટ વૈદિકવિધિથી યજ્ઞ અને પ્રતિષ્ઠા કરાવશે. શિખર સાથે મંદિરની ઉંચાઇ 60 ફૂટ છે અને પહોળાઈ 110 ફૂટ છે. મંદિરના ગ્રાઉન્ડફ્લોર પર 25 અને હોલમાં 7 પીલ્લર છે. આ મંદિરના ગર્ભગૃહની સાઈઝ 10 ફૂટ છે. જેમાં હરિકૃષ્ણ મહારાજની 4.8 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપશે. આ સિવાય 3.5 ફૂટની અલગ-અલગ મૂર્તિ સ્થાપશે.આ સ્વામિનારાયણ મંદિરમાં એક સાથે 1400 હરિભક્તોને આરામથી દર્શન કરી શકશે. નૈરોબીના મંદિરમાં કુલ 22 પગથિયાં છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ચૈતર વસાવાની મહેનત ફળીઃ રાતોરાત 5 બસ ફાળવવાનો નિર્ણય

ADVERTISEMENT

કેટલા કરોડના ખર્ચે તૈયાર થયું?
તો મંદિરમાં 3 ઘુમ્મટ અને 3 શિખર છે. આ વિશાળ મંદિરની ડિઝાઈન ચેરમેન કે.કે વરસાણીના માર્ગદર્શન પ્રમાણે ચંદ્રેશભાઈ બાબરીયાએ કરી છે. મંદિરનો કળશ અને ધ્વજદંડ પ્યોર સોનાના રસથી રસિત કરેલા છે. આ મંદિરની આસપાસ ગાર્ડન બનાવવામાં આવ્યા છે. વિદેશની ધરતી પર સતત 300 સ્વયંસેવકની ટીમ સેવા આપી રહી છે. આ મંદિર બનાવવા માટે 30 કરોડ રૂપિયાનો ખર્ચે થયો છે અને તે બે વર્ષમાં તૈયાર થયું છે. કે.કે વરસાણી (કે સોલ્ટ ) કેન્યાના અગ્રણી ઉદ્યોગપતિ અને મંદિરના ચેરમેન છે, જેમણે મંદિર નિર્માણમાં સિંહ ફાળો આપેલો છે. વડતાલથી સંતોએ ચાર સત્સંગ યાત્રા મંદિર નિર્માણ દરમિયાન કરી છે. મંદિરમાં 700 લોકો પ્રસાદ લઈ શકે એવું ભોજનાલય છે. મંદિરમાં 125 કાર પાર્કીંગની વ્યવસ્થા છે. મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે સનાતન પરંપરાના જાગરણ માટે 2100 પરિવારનો સંતોએ વ્યક્તિગત સંપર્ક કર્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

 

    follow whatsapp

    ADVERTISEMENT