પોલીસ પર દારૂના હપ્તા લેવાનો આક્ષેપ કરનાર વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ પોતે નશાની હાલતમાં ઝડપાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: સોશિયલ મીડિયામાં પોલીસ પર દારૂના હપ્તા લેવાનો આરોપ મૂકનારા વડોદરા જિલ્લાના યુથ કોંગ્રેસ પ્રમુખ 24 કલાકની અંદર જ દારૂના નશામાં ઝડપાઈ ગયા છે. કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે યુ-ટર્ન મારીને ત્યાંથી જતી રહેલી કાર પર પોલીસને શંકા ગઈ. પોલીસે પોછો કરતા યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જ દારૂના નશામાં મળ્યા હતા.

પોલીસ જોઈને કારનો યુ-ટર્ન મારી દીધો
વડોદરામાં ભરથાણા ટોલ પ્લાઝા પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક કાર અચાનક લાઈનમાંથી યુ-ટર્ન મારીને સુરત તરફ જતી રહેતા પોલીસને શંકા ગઈ હતી. આથી પોલીસે કારનો પીછો કર્યો હતો. જે બાદ લકોદરા પાટીયા પાસે એક હોટલના પાર્કિંગમાંથી દારૂ પીધેલી હાલમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલ મળ્યા હતા.

ADVERTISEMENT

પોલીસે પીછો કરીને હોટલમાંથી પકડી લીધા
ચોંકાવનારી બાબત તો એ છે કે, ભૌમિક પટેલે દારૂના નશામાં પકાડાયાના તેના અમુક કલાકો પહેલા જ પોતાના ફેસબુક પર પોલીસ પર હપ્તાખોરી અને દારુના વેચાણના આક્ષેપો કર્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઈને હાલમાં કરજણ પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT